ILLEGAL BAUXITE MINING IN VANDH : માંડવી તાલુકાના વાંઢ ગામમાં ગેરકાયદે બોક્સાઈટ ખનન ઝડપાયું, 81.75 લાખનું મુદ્દામાલ કબ્જે

માંડવી તાલુકાના વાંઢ ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં ચાલતા બોક્સાઈટના ગેરકાયદેસર ખનન પર એલસીબીએ દરોડો પાડી સ્થાનિકેથી એક ડમ્પર અને એસ્કેવેટર કબ્જે કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,વાંઢ ગામથી ગોણીયાસર તરફ જતા રસ્તા પર વાંઢ ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે બોક્સાઈટનું ખનન કરી રહ્યા છે.
બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા એસ્કેવેટર મશીન અને તેના ચાલક ભાવેશ મેઘરાજ સંઘાર અને ડમ્પર ચાલક સુનીલ કમા રબારી હાજર મળી આવ્યા હતા.પોલીસે તપાસ કરતા ડમ્પરમાં 35 તન બોક્સાઈટ ભરેલું હતું અને બાજુમાં ખાણકામ કરેલું હતું.
બન્ને ચાલકોને પોલીસે આધાર પુરાવા રજુ કરવા કહેતા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું.જેથી એલસીબીએ રૂપિયા 40 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન અને રૂપિયા 1.75 લાખનું બોક્સાઈટ ભરેલ ડમ્પર નંબર જીજે 39 ટીએ 6555 સહીત કુલ રૂપિયા 81.75 લાખનું મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે ગઢશીશા પોલીસ મથકે સોપવામાં આવ્યા છે.