HUGE TRAFFIC OF 2 KM : સુરતના ઉધના રોકડીયા હનુમાનજીથી લઈ ઉધના દરવાજા સુધી 2 કિલોમીટરના ટ્રાફિકજામમાં 1 કલાકથી વાહનચાલકો ફસાયા

HUGE TRAFFIC OF 2 KM : સુરતમાં રોજબરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ઉધના રોકડિયા હનુમાનથી લઈને ઉધના દરવાજા સુધીનો બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. એક કલાક સુધી વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાવવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામના કારણે રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

સુરત શહેરના સૌથી વ્યસ્ત એવા રિંગ રોડ ખાતે મેટ્રોની કામગીરીના કારણે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે રસ્તો નાનો થઈ જવાના કારણે રોજબરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
આજરોજ ઉધનાના રોકડિયા હનુમાન સર્કલ ખાતેથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. બે કિલોમીટરના આ વિસ્તારમાં ટ્રાફિકજામના પગલે રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

મજુરાગેટથી રીંગરોડ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે અને રોજબરોજ ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. ત્યારે હવે ઉધનાથી આવતા વાહનોને પણ આ ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવવા છતાં પણ કોઈપણ ટ્રાફિક જવાન આ ટ્રાફિકને ક્લિયર કરવા માટે નજરે પડ્યો ન હતો. આ ટ્રાફિક જામમાં વાહન ચાલકો એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
સુરત શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેર ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મેટ્રોની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વાહનચાલકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સરદાર માર્કેટ તરફથી આવતા વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. વરસતા વરસાદમાં પાણી ભરાવાના કારણે એક કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.