HEAVY RAINFALL IN DWARKA : દ્વારકામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ

HEAVY RAINFALL IN DWARKA : દ્વારકામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ

HEAVY RAINFALL IN DWARKA
HEAVY RAINFALL IN DWARKA

HEAVY RAINFALL IN DWARKA : દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

HEAVY RAINFALL IN  DWARKA
HEAVY RAINFALL IN DWARKA

HEAVY RAINFALL IN DWARKA : પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ, કચ્છના નખત્રાણામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

HEAVY RAINFALL  IN DWARKA
HEAVY RAINFALL IN DWARKA

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જામ કલ્યાણપુર અને લાંગા જેવા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેજ એલર્ટ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં 4.25 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.75 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાંથી 23 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ ‘કાચા સોના’ સમાન સાબિત થયો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *