HEAVY RAIN IN DAHOD : દાહોદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત

HEAVY RAIN IN DAHOD : દાહોદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત

HEAVY RAIN IN DAHOD
HEAVY RAIN IN DAHOD

HEAVY RAIN IN DAHOD : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે (14 જૂન) ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે 14 જૂને દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મુવાલિયા ગામે ફળિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી હતી.

HEAVY RAIN IN DAHOD : પિતા-પુત્ર પર વીજળી પડતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંનેને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો હતો.

રાજ્યમાં આજે શનિવારે (14 જૂન) અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, ધારીના ગ્રામ્ય પંથક, ખાંભા ગીર, વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *