GURJAR JAIN : માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે જીવદયા-સાધર્મિક ભક્તિ- અનુકંપા ભક્તિ – માનવ સેવાના કાર્યો કરાયાં.

GURJAR JAIN : માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે જીવદયા-સાધર્મિક ભક્તિ- અનુકંપા ભક્તિ – માનવ સેવાના કાર્યો કરાયાં.

FILE PHOTO CK

 

 GURJAR JAIN : માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે 11મી માર્ચને મંગળવાર ના રોજ જીવદયા- માનવસેવા- સાધર્મિક ભક્તિ- અનુકંપા ભક્તિ અને દેરાસરજી ને ઉપકરણ અર્પણ વગેરે કાર્યો થયા હતા.
 
 GURJAR JAIN : સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ફાગણ સુદ 13 ના શત્રુંજય તિર્થાધિપતિ આદિશ્વર પ્રભુને વંદન કરતા, છ ગાઉની યાત્રા કરતા લાખો ભાવિકોની અનુમોદના માં સિદ્ધિ તપના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા( ડગાળાવાળા ) પરિવાર દ્વારા થયેલી – થઈ રહેલા ધાર્મિક અનુષ્ઠાનો,માંડવી થી 72 જિનાલય ફાગણ સુદ 13 ની યાત્રા કરાવનાર લાભાર્થી પરિવાર તથા યાત્રિકો ની અનુમોદનાર્થે માતૃશ્રી જશુમતીબેન મણીલાલભાઈ વોરા પરિવાર (હસ્તે :- દીપ્તિબેન ચેતનભાઇ વોરા) માંડવી ના સૌજન્યથી પક્ષીઓ માટે 125 કિલો ગ્રામ ચણ, શ્વાનો માટે 24 કિલોગ્રામ બિસ્કીટ તથા મૂંગા પશુઓને 400 કિલોગ્રામ લીલા ચારાનું નીરણ 72 જિનાલયની ગૌશાળામાં કરાયું હતું.
 
 GURJAR JAIN : માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી પરિવાર તરફથી જૈન સમાજના જરૂરત મંદ સાર્ધમિક પરિવારોને ખાંડ આપીને ભક્તિ કરવામાં આવી હતી.
 
 GURJAR JAIN : શ્રીમતી સુભદ્રાબેન ઝુમખભાઈ શાહ પરિવાર- માંડવી, શ્રીમતી હર્ષાબેન નરેન્દ્રભાઈ પારેખ પરિવાર- માંડવી, માતૃશ્રી મીઠીબેન ગોકુલદાસ પરિવાર- માંડવી અને શ્રીમતી મીનાબેન વિનયભાઈ પુનશી શાહ પરિવાર- માંડવી ના સૌજન્ય થી માંડવી ના દેરાસરજી, ઉપાશ્રય, સ્થાનક, આયંબિલ શાળા ના પુજારી – કર્મચારીઓને પણ ખાંડ આપીને ભક્તિ કરવામાં આવી હતી.
 
 GURJAR JAIN : શ્રીમતી કવિતાબેન કિરણભાઈ સંઘવી (હૈદરાબાદ) ના સૌજન્યથી માંડવી શહેર ના સાતેય દેરાસરોમાં અગરબત્તી, અંગલુછણા, કપૂર,માચીસ ના પેકેટ, ફુલવાટ અને ઘી વગેરે અર્પણ કરવામાં આવ્યા હતાં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *