Gujarat Weather Forecast : અંબાલાલ પટેલની આગાહી 11થી 20 મેથી આંધી-વંટોળનું પ્રમાણ વધશે

Gujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદનો આ રાઉન્ડ 10મી મેના રોજ પૂર્ણ થશે અને 11મી તારીખથી આંધી-વંટોળનું પ્રમાણ વધશે તેમ જણાવ્યું છે. તો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, 8 મેથી વરસાદનું જોર ઘટશે અને 10 મે સુધી છૂટોછવાયો વરસાદ રહેશે. પરંતુ 11થી 20 મેના આંધી-વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. જેઠ સુદ બીજનો વરસાદ ગાજવીજ થાય તો પણ વરસાદનો ગર્ભ ગળી જતો હોય છે.
Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે. 13 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે. આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે.
Gujarat Weather Forecast : 10થી 12 મે બાદ વાવાઝોડું બની શકે, હવે ધીરે ધીરે ભારતના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.
Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. તો અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે. પરંતુ થંડર સ્ટ્રોમના કારણે પવનની ગતિ તેજ રહેશે. ભારે પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થયું છે. જોકે મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે.