Gujarat Rain Alert : રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની શક્યતા, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે

Gujarat Rain Alert : રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની શક્યતા, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે

Gujarat Rain Alert
Gujarat Rain Alert

Gujarat Rain Alert : 14 મે 2025ના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં બપોર બાદ અનેક સ્થળોએ માવઠાનો માહોલ છેલ્લા બે-ચાર દિવસથી જોવા મળી રહ્યો છે. આજે પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

Gujarat Rain Alert : હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે 13 મે 2025ના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘગર્જનાની શક્યતા છે. પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે.

14 મે 2025ના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં હળવીથી મધ્યમ મેઘગર્જનાની પણ આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે.

Gujarat Rain Alert : 15 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *