Gujarat Rain : ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ…?

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે (13 મે) ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે. 

Gujarat Rain : કયા તાલુકામાં કેટલો વરસાદ ?

રાજ્યમાં આજે (13 મે) અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ પડ્યો છે. તો બોટાદમાં 20 મી.મી. વાસંદામાં 18 મી.મી., ચોટીલામાં 17 મી.મી., ઈડરમાં 14 મી.મી., દાંતામાં 13 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., પ્રાંતિજમાં 12 મી.મી., વઘઈમાં 9 મી.મી., અમીરગઢમાં 8 મી.મી., હિમંતનગરમાં 8 મી.મી., કલોલમાં 3 મી.મી., ગાંધીનગરમાં 2 મી.મી. અને પોશીનામાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *