
Gujarat : PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની તથા સુરત,ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
Gujarat : આજથી PM નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જે દરમિયાન નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે. જ્યાં PM મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતમાં મોદી 109 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ICCC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. જે દેશનું સૌથી મોટું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર હશે. શહેરમાં લગાવેલા 3 હજારથી વધુ સીસીટીવી કેમેરા થકી અહીંથી નજર રાખી શકાશે અને શહેરમાં થતી તમામ ગતિવિધિઓ પર પણ બાજ નજર રાખી શકશે.
એટલું જ નહિ હવામાન અંગે પણ આ સેન્ટરથી અપડેટ રાખી શકશે. આ ICCC સેન્ટરમાં પાલિકાની તમામ બાબતો અંગે રિસ્પોન્સ ટિમ ગોઠવાઈ છે. જે નાગરિકોને પડતી મુશ્કેલી કે ઇમરજન્સીના સમયે કવીક રિસ્પોન્સ મળશે.વધુમાં આગ લાગવાની, અકસ્માતની કે ટ્રાફિક જામની સમસ્યા અંગે જાણી શકાશે.
Gujarat : ભાવનગરમાં PM નરેન્દ્રભાઈ મોદી રોડ શો યોજી સભાને સંબોધશે
Gujarat : વધુમાં સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે. જ્યાં ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. PM નરેન્દ્રભાઈ મોદી રોડ શો યોજી સભાને સંબોધશે. ત્યારબાદ ભાવગનરમાં 1 હજાર 900 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વના પ્રથમ એવા CNG ટર્મિનલનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. સભાના સ્થળ એવાં જવાહર મેદાન ખાતે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે કુલ ૮ લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. જેમાં ૬,૫૦,૦૦૦ ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલઃ ૧,૫૦,૦૦૦ ચો.ફુટમાં બીજા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી વડાપ્રધાન રોકાણ કરશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ જવા રવાના થશે.
PM નરેન્દ્ર ભાઈ મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે
અમદાવાદમાં નેશનલ ગેમ્સનો સાંજે 7 વાગ્યે દેશના સૌથી મોટા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં પીએમ મોદી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. જે દરમિયાન સ્ટેડિયમમાં 5 હજારથી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરતા નજરે પડશે. આજથી 100 દિવસ પહેલા મુખ્યમંત્રીએ ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશન ગુજરાતને હોસ્ટ સ્ટેટ બનવા પત્ર લખ્યો હતો. અને એક ચેલેન્જ સ્વીકાર્યુ હતું અને 100 દિવસમાંએ ચેલેન્જ પૂર્ણ કર્યુ છે. દેશમાં અનેક સ્થળે આયોજન થયું પણ ગુજરાતમાં કેટલું ઝડપી આયોજન કર્યું છે તે દરેક લોકો સામે છે. 2002 થી મોદીએ આ સફર શરૂ કરી 2022 સુધી જે વિકાસ કાર્યો થયા તેના કારણે આ શક્ય બન્યું છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સ રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં રમાવવા જઈ રહી છે. તેમજ રાત્રે 9 વાગ્યે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં હાજરી આપી અને રાત્રીરોકાણ રાજભવનમાં કરવામાં આવશે.