Gujarat Election 2022 News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે 999 ઉમેદવારીપત્રો માન્ય રખાયા

ગુજરાતમાં, વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ચૂંટણી પંચે 363 ઉમેદવારીપત્રો રદ્દ કર્યા છે અને 999 ઉમેદવારીપત્રો માન્ય રાખ્યા છે. આવતીકાલે ઉમેદવારીપત્રો પાછા ખેચવાનો  છેલ્લો દિવસ છે. આ દરમિયાન બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ આવતીકાલે પૂર્ણ થશે. બીજા તબક્કા માટે અત્યાર સુધીમાં 341 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહની હાજરીમાં મેગા રેલી યોજી હતી.   રાજયમાં ચૂટણી પ્રચાર પુરજોશથી ચાલી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે અમદાવાદ અને આણંદ જિલ્લામાં જાહેર રેલીઓ કરશે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસના  નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ તથા પાર્ટીના અન્ય 40 સ્ટાર પ્રચારકો તેમાં સામેલ છે. આમ  આદમી પાર્ટી તરફથી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને યુવા નેતા રાઘવ ચઢ્ઢા આજે રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે. એનસીપી મહિલા પાંખના પ્રમુખ એવા રેશ્મા પટેલ આજે આમ આદમી પાર્ટીમા જોડાયા છે. આપમાં ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ રેશ્મા પટેલનું પક્ષમાં સ્વાગત કરવા સાથે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *