Gujarat Board HSC Result : સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા પ્રાપ્ત થયું

Gujarat Board HSC Result : કચ્છમાં ગત વર્ષની સરખામણીઓ પરિણામ ઊંચું આવ્યું, વિદ્યાર્થીઓએ શાળામાં જઈ શિક્ષકોના આશીર્વાદ લીધા
Gujarat Board HSC Result : કચ્છ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 13,460 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજે પરિણામ જાહેર થતાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ પોતાની શાળાએ પહોંચ્યા હતા. શાળામાં શિક્ષકોના આશીર્વાદ લીધા હતા.
Gujarat Board HSC Result : કચ્છ જિલ્લાનું 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 95.05 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.05 ટકા સાથે ગત વર્ષની સરખામણીએ ઊંચું આવ્યું છે. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો 10245 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. તેમાં 150 A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જે ગત વર્ષ 136 કરતા 14 વધારે છે. A2 1345, B1 2811, B2 2424 છાત્રો તેજસ્વી ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે. ભુજનું કેરા કેન્દ્ર પ્રથમ વખત બોર્ડમાં સમાવેશ થયું અને જિલ્લામાં પ્રથમ ક્રમે ઉચ્ચ પરિણામ મેળવવા સફળ રહ્યું છે.
Gujarat Board HSC Result : ધો.12 વિજ્ઞાન પ્રવાહ કચ્છનું પરિણામ 83.05 ટકા સાથે રાજ્યના 83.023 ટકાની સમકક્ષ રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 1240 ઉમેદવારો એ પરીક્ષા આપી હતી જેમાં 17 વિદ્યાર્થીઓ A1માં ઉત્તીર્ણ થયા છે જે ગત વર્ષ કરતા 15 છાત્રો ની સંખ્યા વધી છે. A2 95, B1માં 189 અને B2 213 છાત્રો ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્ર જિલ્લામાં અગ્રીમ ક્રમે રહ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભુજની એકજ કુટુંબની 3 પિતરાઈ બહેનો A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે. જેમાં રિચિ દોશી 94.43 ટકા (ચાણક્ય એકેડેમી), યાચી મહેતા 92.85 ટકા ( સેન્ટ ઝેવિયર્સ), રાશિ જીગર મહેતા 92.71 ટકા (સેન્ટ ઝેવિયર્સ) ઉલ્લેખનીય છે કે યાચી મહેતાના માતા સીએ છે અને તેઓ તત્કાલીન 12 સામાન્ય પ્રવાહમાં કચ્છમાં પ્રથમ અને ગુજરાતમાં 9માં ક્રમે ઉત્તીર્ણ થયા હતા.

Gujarat Board HSC Result : રાજ્યમાં કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859
રીપીટર વિદ્યાર્થી – 22,652
આઇસોલેટેડ – 4,031
ખાનગી – 24,061
ખાનગી રીપીટર – 8,306
કુલ – 4,23,909
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
રીપીટર વિદ્યાર્થી – 10,476
આઇસોલેટેડ – 95
કુલ – 1,11,384
2024માં 9મેના રોજ આવ્યું હતું ધો. 12નું પરિણામ
વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું.
Gujarat Board HSC Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 દરમિયાન લેવાઈ હતી. આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના 1,11,384 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ (કોમર્સ અને આર્ટ્સ)ના 4,23,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ગુજરાત બોર્ડ દ્વારા રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Gujarat Board HSC Result : સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને 99.01 કે તેથી વધુ Percentile Rank મળેલ હોય તો તે વિદ્યાર્થી પ્રથમ 3924 માં આવી જાય છે. તેવી જ રીતે કોમર્સ પ્રવાહમાં 99.01 કે તેથી વધુ Percentile Rank મળેલ હોય તો તે વિદ્યાર્થી પ્રથમ શૂન્ય વિદ્યાર્થીમાં આવી જાય છે. તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 99.01 કે તેથી વધુ Percentile Rank મળેલ હોય ચો તે વિદ્યાર્થી પ્રથમ 2 વિદ્યાર્થીમાં આવી જાય છે.