GSEB SSC Result 2025 : ધોરણ 10 બોર્ડનું ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ નું પરિણામ

ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાઇ હતી. જેમાં 8,92,882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, ગુજરાતી માધ્યમનું પરિણામ શું આવ્યું.
GSEB SSC Result 2025 (ધોરણ 10નું પરિણામ): આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 83.08 ટકા આવ્યું છે. મહત્ત્વનું છે કે, ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન લેવાઈ હતી. જેમાં 8,92,882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, ગુજરાતી માધ્યમનું પરિણામ શું આવ્યું છે.
ધોરણ 10 બોર્ડ ગુજરાતી માધ્યમનું પરિણામ
ગુજરાતી માધ્યમ ધોરણ 10 બોર્ડમાં 6,41,728 વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઇ હતી, જેમાંથી પરીક્ષા સમયે 6,26,894 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને તેમાંથી 5,12,750 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે, આ સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 10 બોર્ડ અંગ્રેજી માધ્યમનું પરિણામ
અંગ્રેજી માધ્યમ ધોરણ 10 બોર્ડમાં 98,981 વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઇ હતી, જેમાંથી પરીક્ષા સમયે 98,655 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને તેમાંથી 91,336 વિદ્યાર્થીઓ પરિક્ષામાં પાસ થયા છે, આ સાથે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા પરિણામ આવ્યું છે
