GONDAL HONEYTRAP : 8 લાખ પડાવવા વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પદ્મીનીબા વાળા સહીત 4ની ધરપકડ, મુખ્ય મહિલા આરોપી ફરાર મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલના એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવવા માટે હનીટ્રેપમાં ફસાવવાનો કારસો રચવાના કેસમાં ગોંડલ પોલીસે, ક્ષત્રિય મહિલા નેતા પદ્મીનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય બે વ્યક્તિ સહીત કૂલ ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
GONDAL HONEYTRAP : જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ વાળા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.
GONDAL HONEYTRAP : આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં 16મીએ રાત્રે વૃદ્ધને પદ્મિનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. પછી તેમણે ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી. મવડી ઓફિસે આવી 7-8 લાખ રૂપિયામાં પતાવટ કરી ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઈ ગયેલાં વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
GONDAL HONEYTRAP : પોલીસે શનિવારે (19મી એપ્રિલ) મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને પદ્મીનીબા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે
GONDAL HONEYTRAP : ગોંડલના જેતપુર રોડ પર ગીતાનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે પંદર દીવસ પહેલા હું મારા ઘર પાસે બેઠેલ હતો ત્યારે રાતના આશરે દશ વાગ્યે એક બહેન રીક્ષામા બેસી અમારી પાસે આવી એક ચીઠ્ઠી બતાવેલ હતી. જેમા કુંભારવાડા મામાદેવનુ મંદીર તેવુ સરનામુ લખેલ હતું. જે સરનામા બાબતે પૂછતાં મે તેમને સરનામું બતાવેલ હતું. બાદમાં અજાણી મહિલાએ કહેલ કે, મારે ત્યાં જોવડાવવા જવું છે જેથી મે કહેલ કે,ને કંઈ ખબર નથી. બાદમાં આ મહિલા રિક્ષામાં બેસી જતી રહેલ હતી અને અડધી કલાક બાદ પરત આવી મારી સાથે વાતચીત કરવા લાગેલ હતી અને મારા મોબાઈલ નંબર મેળવેલ હતા. બાદમાં બીજા દિવસે સવાર ફોન કરીને કહ્યું હતું કે, મારા પતિનું અવસાન થઇ ગયું છે, મારા ઘરમાં કંઈ નથી, તમે મારૂ કંઈક જોજો તેમ કહેલ હતું. જેથી મે કહેલ કે, હું આવું કંઈ જોતો નથી. બાદમાં મહિલાએ કહ્યું હતું કે, તમે મને રાત્રે બાર વાગ્યે ફોન કરજો, તમારું ખાસ કામ છે.
GONDAL HONEYTRAP : બાદમાં રાત્રિના બાર વાગ્યે મહિલાને અનેક ફોન કર્યા હતા પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. બીજા દિવસે રાતના 12:00 વાગે મેં તેમને પાછો વિડીયો કોલ કરતા મને વિડિયો કોલમાં મહિલા કહેવા લાગેલ હતી કે મારા ઘરમાં કંઈ નથી, તમે મારું દેણું ભરી દો નહિતર હું દવા પી જઈશ. જેથી મેં તેમને આશ્વાસન આપેલ તો મહિલાએ મને કહ્યું હતું કે તમે કહો તેમ કરવા હું તૈયાર છું. તમે મારું દેવું ભરી દો, હું તમારી સાથે ગમે તે સંબંધ બાંધવા તૈયાર છું. તેમ વાત કરતા વૃદ્ધે મહિલાને કહ્યું કે, દેખાડ.. તો આ મહિલાએ વિડીયો કોલમાં પોતાનું ટીશર્ટ ઊંચું કરી છાતીનો ભાગ બતાવેલ હતો અને ત્યારબાદ ફોન કાપી નાખેલ હતો. બાદ બીજા દિવસે મેં વોટ્સઅપમાં કોલ કરતા મહિલાએ એવું કહ્યું હતું કે, ઘર આવીને પાટ માંડવા સહીતની આડી અવળી વાતો કરી હતી.
GONDAL HONEYTRAP : જે બાદ ગત તા. 16-4-2025 ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે મારા મોબાઈલ નંબર ઉપર બે અલગ અલગ નંબર પરથી ફોન આવેલ કે, તમે રાજકોટ ઓફિસે આવો તેજલબેન બાબતે મારે તમને પ્રશ્ન પૂછવા છે. જે બાદ ફરીવાર ફોન આવતા મે રાજકોટ ખાતે રહેતા ભત્રીજા પ્રકાશ પાસે જઈને તમામ બાબતની વાત કરી હતી. જે બાદ બપોરે ઘરે હતો ત્યારે અઢી વાગે મારા ઘરનો દરવાજો ખખડતા મે દરવાજો ખોલતા જોયું તો મારા ઘર બહાર બે છોકરા ઉભા હતા. તેણે મને પૂછેલ કે રમેશભાઈ કોણ છે? હું જ છું કહેતા આ છોકરાઓએ આગળ આવો તમારું કામ છે કહી આગળના ચોકમાં લઇ જતાં ત્યાં એક નંબર પ્લેટ વગરની વરના કાર ઉભેલ હતી. જેમાં પદમીનીબા વાળા અને વિડીયો કોલમાં વાત કરનારી મહિલા તેમજ એક અજાણ્યો શખ્સ હાજર હતા.
GONDAL HONEYTRAP : ત્યારબાદ પદમીનીબાને વાત કરવી છે, બેઠકની વ્યવસ્થા કરો તેમ અજાણ્યા શખ્સોંએ કહ્યું હતું અને ત્યારબાદ પાંચેય શખ્સોં અમારા ઘરમાં ઘુસી ગયા હતા અને મારી પર ખોટા આક્ષેપ કરતા તમારે આવડી દીકરી સાથે આવું કેમ કરાય? કહી પદમીનીબા જોરજોરથી રાડો પાડવાં લાગેલ હતા. બાદમાં પદમીનીબાએ કહ્યું હતું કે, તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ, હર્ષ સંઘવીને કહીને તારું મકાન પાડી નાખીશ તેવી ધમકીઓ આપવા લાગેલ હતા. દરમિયાન મારા મિત્ર વનરાજભાઈને ફોન કરતા તેઓ પણ આવી ગયા હતા અને આ લોકો અમારી સાથે વાત કરતા હતા. ત્યારે પદમીનીબાએ રાજકોટ ખાતે તેમની ઓફિસે આવી માફીપત્ર લખી, વિડીયો બનાવી સેટલમેન્ટ કરવા જણાવ્યું હતું. વધુમાં વિડીયો કોલમાં વાત કરનારી મહિલાએ કહ્યું હતું કે, તમે કંઈક નિર્ણય કરો, મારૂ સાત–આઠ લાખનું દેણું ભરો. તેમજ મહિલાએ પોતાના પર્સમાંથી દવાની સીસી કાઢી, હું દવા પી જઈશ કહી ધમકી આપેલ હતી.
GONDAL HONEYTRAP : ઉપરાંત પદમીનીબા સાથે આવેલ ત્રણેય અજાણ્યા શખ્સોં જેમાં પદમીનીબાંનો પુત્ર, શ્યામ અને હિરેન ધમકાવવા લાગેલ હતા. મે કાયદેસર કરી નાખવાનું કહેતા પાંચેય શખ્સોએ આશરે ત્રણ કલાક સુધી અમારી સાથે માથાકૂટ કરી હતી અને માફિનો વિડીયો બનાવવા અને તેમની રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે આવવા દબાણ શરૂ કર્યું હતું. જે બાદ વૃદ્ધ અલગ કારમાં તેમના પુત્ર અને મિત્ર સાથે રાજકોટ જવા રવાના પણ થયાં પરંતુ ત્યારબાદ પરત ગોંડલ આવી ગયા હતા અને બાદમાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.