GOLDEN JUBILEE OF WILLESDEN SWAMINARAYAN TEMPLE : લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મહોત્સવ

GOLDEN JUBILEE OF WILLESDEN SWAMINARAYAN TEMPLE : લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મહોત્સવ

WILLESDEN SWAMINARAYAN TEMPLE
WILLESDEN SWAMINARAYAN TEMPLE

લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં નવ દિવસીય ભવ્ય મહોત્સવનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે રૂ.27 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સોનાના સિંહાસનનું અનાવરણ કરવામાં આવશે.

WILLESDEN SWAMINARAYAN TEMPLE 1
WILLESDEN SWAMINARAYAN TEMPLE 1

ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. યુરોપના પ્રથમ શિખરબંધ મંદિર તરીકે પ્રસિદ્ધ આ મંદિરમાં છેલ્લા એક વર્ષથી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી.

WILLESDEN SWAMINARAYAN TEMPLE 2

નવ દિવસીય ઉત્સવમાં પોથીયાત્રા, બાળકેન્દ્ર શો, ભક્તિ નાટક, આલ્બમ વિમોચન અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમો યોજાશે. યુવક-યુવતી મંડળની સત્સંગ પ્રસ્તુતિ, અભિષેક અન્નકૂટ, મહારાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે.

મંદિર કમિટીના પ્રમુખ કુંવરજીભાઈ અરજણ કેરાઈ અને ટ્રસ્ટી મંડળના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને અખાતી દેશોના કચ્છી હરિભક્તો સત્સંગનો લાભ લેવા લંડન પહોંચ્યા છે. યુકેના તમામ કચ્છ સંલગ્ન સ્વામિનારાયણ મંદિરોના ભક્તો પણ આ ઉત્સવમાં ભાગ લેશે.

LIVE : Golden Singhasan & Sthapna Poojan | Sahajanand Sahayate – Festival of Golden hearts #SSTW50

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *