ડોક્ટર પર હુમલા પ્રકરણમાં ગેઇમ્સના વરિષ્ઠ તબીબનું રાજીનામું

જી.કે. જનરલ હોસ્પિટલમાં બુધવારે ઘાયલને લાવેલા સંબંધીઓ દ્વારા સારવાર કરી રહેલા એમ.એસ. ઓર્થોપેડિક સર્જનને મારવાના મુદ્દે તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા અને સિક્યોરિટી સામે આક્ષેપાત્મક સૂત્રો પોકાર્યા હતા. આ પ્રકરણમાં ગેઇમ્સના વરિષ્ઠ તબીબે આજે રાજીનામું આપી દેતાં ચર્ચા જાગી છે. હડતાળને પગલે હાયર ઓથોરિટીએ સિક્યુરિટી બદલાવી અપાશે અને ઓથોરિટી એફ.આઇ.આર. નોંધાવશે તેવી ખાતરી અપાઇ હતી. સ્ટુડન્ટ અને ઓથોરિટી વચ્ચેના ઘર્ષણનો ભોગ વરિષ્ઠ તબીબ બન્યા હોવાનું વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. રાજીનામું આપનારા ગેઇમ્સના વરિષ્ઠ મનોચિકિત્સક ડો. મહેશ ટીલવાણીએ જણાવ્યું કે, તેમને અદાણી હેલ્થ કેરના વડા’ ડો. પંકજ દોશીએ આગમાં ઘી નાખશ, ખ્યાલ રાખજો તેવી આક્ષેપાત્મક ચીમકી આપતાં નારાજ થઇ આજે જ રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *