સાણંદ-નરોડા GIDCના ₹૨૭૧ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ૩૧ માર્ચ ના pm નરેન્દ્ર મોદી ના હસ્તે કરાશે

સાણંદ-નરોડા GIDCના ₹૨૭૧ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ૩૧ માર્ચ ના pm નરેન્દ્ર મોદી ના હસ્તે કરાશે

વડાપ્રધાન Narendra Modi ના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹૨૭૧ કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તા. ૩૧મી માર્ચ, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને વધુ મજબૂતી મળશે.

અમદાવાદના સાણંદ ખાતે સ્થિત ઔદ્યોગિક વસાહત, જે આશરે ૨,૦૫૬ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે, આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે. અહીં ૧,૧૫૦થી વધુ ઉદ્યોગ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ₹૨૪૪ કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત વસાહતની બંને બાજુએ ૧૮.૭૧ કિ.મી. લાંબી ડ્રેઈન તેમજ સાણંદ-વિરમગામ હાઈવે પર ૧૮.૩૫ કિ.મી. લાંબી ડ્રેઈન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આથી સાણંદ ઔદ્યોગિક વસાહત હવે ‘ઝીરો વોટર લોગિંગ’ ઝોન બનવા તરફ આગળ વધી રહી છે.

તે ઉપરાંત, ૧૯૬૩માં સ્થાપિત નરોડા ઔદ્યોગિક વસાહતનું પણ ₹૨૭.૨૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આંતરિક માર્ગોના મજબૂતીકરણ અને વિસ્તરણ, સ્ટોર્મ વોટર ડ્રેઈન, કુદરતી નાળાનું લાઈનિંગ, પેવર બ્લોક, ફૂટપાથ, પાર્કિંગ સુવિધાઓ, સ્ટ્રીટ લાઈટ્સ, હાઈ-માસ્ટ લાઈટ્સ, સિક્યોરિટી કેબિન અને ટોયલેટ બ્લોક્સનો સમાવેશ થાય છે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણથી સાણંદ અને નરોડા વિસ્તારના હજારો નાના અને મોટા ઉદ્યોગોને સીધો લાભ મળશે. આધુનિક સુવિધાઓને કારણે માલસામાનની હેરફેર વધુ સરળ બનશે અને રાજ્યમાં વૈશ્વિક રોકાણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *