
કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી તકલીફ પડી રહી હતી.
આ રીતે લોકોને હવે આ બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે. અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.
પહેલા પણ વધારી હતી ડેડલાઈન
આ પહેલા પણ સરકારે આધાર-પાન લિંક કરવાની ડેડલાઈન ઘણી વખત વધારી છે.
કેટલું જરૂરી છે પાન સાથે આધાર લિંક કરવું?
ઈનકમ ટેક્સ કાયદાની કલમ 139AAના હેઠળ આ જરૂરી છે કે 1 જુલાઈ 2017 પહેલા જાહેર દરેક પાનની સાથે આધાર નંબરને જોડવામાં આવે અને આ કામ પાન-આધાર લિંક કરીને જ પુરૂ કરી શકાય છે. સરકારે ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં જણાવ્યું કે અત્યાર સુધી કુલ 61,73,16,313 લોકોને પાન કાર્ડ જાહેર કરવામાં આવી ચુક્યા છે. તેમાંતી 46,70,66,691 લોકોએ પોતાનું પાન, આધાર સાથે લિંક કરી લીધુ છે.