GANDHIDHAM HIGHSCHOOL : માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં આયોજિત ફૂડ મેળામાં નોનવેજ ભોજન પીરસવાને લઈને વિવાદ

GANDHIDHAM HIGHSCHOOL : ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલી મીશનરી સ્કુલ માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલમાં બે દિવસ પહેલા ચર્ચના નિર્માણ માટે ફુડમેળાનું આયોજન કરાયું હતું. જેમાં સહુ બાળકોને જવા માટે અને તેના કુપન ખરીદવા અને વેંચવા માટે પણ પ્રેરીત કરાયા હતા. પરંતુ વિધ્યાના મંદીરના પ્રાંગણમાં આયોજિત આ મેળામાં તમામ પ્રકારની નોનવેજ આઈટમોનું પણ વિતરણ કરાતા લોકોના વિરોધનો સામનો શાળાએ કરવો પડ્યો હતો.

GANDHIDHAM HIGHSCHOOL : ગતરોજ વિશ્વ હિંદુ પરિષદ, એબીવીપી દ્વારા ગાંધીધામના માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ શાળામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના મેદાનમાં સેંટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા તારીખ 9/11ના ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં યોજના પૂર્વક અમિષ્ટ ખાધ સામગ્રી, માંસ મટન પીરસવામાં આવ્યું હતું.

પૂર્વમાં વિધાર્થીઓ પાસેથી 500 રૂપિયા કૂપન માટે લીધેલ હતા. ત્યારે કોઈ નોનવેજ ની જાહેરાત કરાઈ ન હતી. આવું બનતા હિન્દુ સમાજની લાગણી દુભાણી છે, તે સંદર્ભે વીહીપ અને એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરી રજૂઆત કરવામાં આવી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તો શાળા પ્રશાસને ભુલ સ્વિકારવાની ના પાડી દેતા મામલો ગરમાયો હતો અને પોલીસને પણ વચ્ચે પડવું પડ્યું હતું.
ત્યારબાદ શાળાના પ્રીન્સીપાલે માફી પત્ર આપી દીધું હતું. જેમાં વીહીપી અધ્યક્ષ હરેશભાઈ રામવાણી, શંકરભાઈ ઢીલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો આજ મુદે સનાતન શ્રીરામ સંગઠનના રાજભા ગઢવીએ મામલતદારને આવેદન પત્ર આપીને જે તે ખાધ પદાર્થોના વેંચાણ માટે લાયસન્સ હતું કે નહી તેની ખરાઈ કરવા અને શાળા પર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરીને જો તેવું નહી થાય તો ભગતસિંહે ચીંધેલા માર્ગે આગળ વધાશે તેમ જણાવ્યું હતું.
માઉન્ટ કાર્મલ હાઈસ્કુલમાં બનેલા આ સમગ્ર ઘટનાક્રમમાં ભારે બબાલ બાદ શાળાના પ્રીન્સીપાલએ માફી પત્ર આપી દીધું હતું. જેમાં તેમણે જણાવ્યું કે “શાળાના પ્રાંગણમાં થોમસ કેથોલિક ચર્ચ દ્વારા યોજાયેલા ફુડ મેળામાં નોનવેજ ભોજન પીરસવું તે પ્રથમ અને અંતિમ ભુલ છે, જે ભવિષ્યમાં ક્યારે પણ પુનરાવર્તન નહી કરાય તો જો આવી ઘટના ભવિષ્યમાં બનશે તો હું પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દઈશ, આ ઘટના બદલ હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે માટે માફી માંગીએ છીએ’