
ગાંધીધામને રૂ.286 કરોડના વિકાસકામોની ભેટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

ગાંધીધામને રૂ.286 કરોડના વિકાસકામોની ભેટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
ગાંધીધામ: વ્યું હતું કે નાગરિકોની સુખાકારી ગુજરાત સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. ગાંધીધામને વિકાસકામોની ભેટ આપતા તેમણે શહેરના વિકાસમાં નાગરિકો સહભાગી બને અને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં સહકાર આપે તેવી અપીલ કરી હતી.
રિંગ રોડ સહિત વિવિધ કામોનું ખાતમુહૂર્ત
કાર્યક્રમ દરમિયાન ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડથી આદિપુર સુધી આશરે 10 કિલોમીટર લાંબા રિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.135 કરોડનો ખર્ચ થવાનો છે.
આ ઉપરાંત મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી માટે રૂ.100 કરોડથી વધુની પાણી યોજનાના કામો, રૂ.22 કરોડથી વધુના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નિર્માણ તથા રૂ.20 કરોડથી વધુના વિવિધ માર્ગોના કામોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ટૂંકા ગાળામાં રૂ.1590 કરોડના કામો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2025માં રચાયેલી ગાંધીધામ મહાનગરપાલિકાને ટૂંકા સમયગાળામાં રૂ.1590 કરોડના વિકાસકામોની ભેટ આપવામાં આવી છે. તેમણે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા કામોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.
ગાંધીધામના નાગરિકોને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ સાથે શહેરના વિકાસની સાથે સ્વચ્છતામાં પણ ગાંધીધામ અગ્રેસર બને તેવી અપીલ કરી હતી.
આગેવાનો અને નગરસેવકો ઉપસ્થિત
કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજશભાઈ શેઠ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર બી.ડી. દવેરા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો, નગરસેવકો અને મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
