GADHSISA POLICE : અકમાત મોતની તપાસ દરયાન મર્ડરનો ગુનો શોધી ગણતરીની કલાકોમા રનાપર(મઉ) ગામમા થયલા ખુનના ગુનાનો ભેદ ઉકેલતી ગઢશીશા પોલીસ

થયેલા ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી ગઢશીશા પોલીસ
GADHSISA POLICE : મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા શરીર સંબધી ગુન્હાના આરોપીને ઝડપી પાડવા તથા શરીર સબંધી ગુન્હા અટકાવવા સારૂં સુચના આપેલ હોય.
GADHSISA POLICE : ગઢશીશા પો.સ્ટે. એમ.એલ.સી.નં.૬૫/૨૦૨૫ તા.૨૨/૦૪/૨૦૨૫ ક.૧૦/૦૫ વાગે જાહેર થયેલ જે કામે હકિકત જાણવા મળેલ કે, મરણજનાર-ધરતીબેન ડો/ઓફ મહેશભાઈ સોલંકી(લુહાર) પેલેથી બીમાર હોઈ અને ગઈ રાતે વધુ બીમાર થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ગઢશીશા ખાતે લઈ આવતા ફરજ પરના ડો.શ્રીએ મરણ જાહેર કરેલ છે. જેથી ઇન્ચાર્જ પો.ઇન્સ. સી.વાય બારોટ ગઢશીશા પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી આ કામે અમત રજી. કરી વધુ તપાસ હાથ ધરતા મરણજનારને ભાગાડીને લઈ આવનાર સદગુરુ પ્રવીણભાઈ તડવી રહે હાલે-દિશાંતભાઈ વીરજીભાઈ પોકારની વાડી પર રત્નાપર(મઉં) તા.માંડવી-કચ્છ વાળાએ એમ.એલ.સી.માં જણાવેલ હકિકત તથા પી.એમ. રીપોર્ટમાં જણાઈ આવેલ હકિકત વોરોધાભાસ થતા સદર મૃત્યુ શંકાસ્પદ જણાઇ આવેલ જેથી બનાવની ગંભીરતા લઈ બનાવ સ્થળની આજુ-બાજુના લોકો તથા મરણજનાર સાથે સંકળાયેલ લોકોની પુછ-પરછ કરતા જાણવા મળેલ કે, મરણજનારને ભાગાડીને લઈ આવનાર સદગુરુ પ્રવીણભાઈ તડવી રહે હાલે-દિશાંતભાઈ વીરજીભાઈ પોકારની વાડી પર રત્નાપર(મઉ) તા.માંડવી-કચ્છ વાળો મરણજનાર સાથે રહેતો હતો જે ઇસમ શકમંદ લાગતા તે ઇસમને રાઉન્ડઅપ કરી યુક્તિપ્રયુક્તિ પુર્વક પુછ-પરછ કરતાં ભાગી પડેલ અને પોતે આ કામના મરણજનારનું મૃત્યુ નિપજાવ્યાની હકિકત જણાવી ગુન્હાની કબુલાત આપેલ હોઇ જે અનુસંધાને ગઢશીશા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૫૦૦૬૨૪૦૦૯૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૦૩(૧) મુજબનો ગુન્હો નોંધી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) સદગુરુ પ્રવીણભાઈ તડવી,ઉ.વ.૨૭ હાલે રહે દિશાંતભાઈ વીરજીભાઈ પોકારની વાડી પર,રત્નાપર(મઉ) તા. માંડવી મૂળ રહે કુંડી તા.બેડેલી જી. છોટા ઉદેપુર
GADHSISA POLICE : કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
સદર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.વાય.બારોટ, પો.સબ.ઈન્સ. શ્રી એમ.કે.પરમાર, પો.હેડ.કોન્સ. કલ્પેશભાઈ ડી. ચૌધરી, વિક્રમભાઈ એસ. માજીરાણા, ભીમજીભાઈ વી. રબારી તથા પો.કોન્સ. યુવરાજસિંહ બી.સોઢા, અલ્ફાઝ એ. પંજા ગઢશીશા પોલીસ સ્ટેશન તથા પો.કોન્સ. રામભાઈ કે.ગઢવી માંડવી પોલીસ સ્ટેશન આ કામગીરીમાં જોડાયેલ હતાં.