Fun Fair : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ફનફેર (આનંદ મેળા) નું આયોજન કરાયું

Fun Fair : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ફનફેર (આનંદ મેળા) નું આયોજન કરાયું 

Fun Fair : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ફનફેર (આનંદ મેળા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઓધવરામ બાપા ની આરતી થી શુભારંભ કરી ને સમાજના અગ્રણી પરિવાર ના શ્રી કમળાબેન કિશોરભાઈ લીલાધર કટારમલ પરિવાર અને મહિલા મંડળની કારોબારી દ્વારા ફનફેર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. 

Fun Fair : આ ફનફેર આનંદમેળામાં ફક્ત ભાનુશાલી જ્ઞાતિના 15 સ્ટોલ પર વિવિધ વાનગીઓ, ગેમ ઝોન અને વ્યવસાયિક સ્ટોલ રાખવામાં આવ્યા હતા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં સર્વજ્ઞાતથી ની સ્વાદ પ્રિય જનતાને આમંત્રણ આપવા માં આવ્યું હતું. માંડવી ની સ્વાસ્થ્ય જનતાએ આનંદમેળામાં બહોળી સંખ્યામાં હાજરી આપી આનંદ લીધો હતો માંડવી ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ઈશ્વરલાલ નંદા તથા સમગ્ર મહિલા મંડળ કારોબારીના ને મહાજન પ્રમુખ જયેશભાઈ હરબડા, યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે, વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી હિતેશભાઈ દામા તથા દેશ મહાજન મહિલા પાંખ ના પ્રમુખ જસોદાબેન ગાંધીધામ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *