FOOD GRAIN SEIZED IN MANDVI : માંડવીમાં 22 વર્ષીય શખ્સ પાસેથી 559 કિલો ચોખા અને 190 કિલો બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપાયો

FOOD GRAIN SEIZED IN MANDVI : માંડવીમાં 22 વર્ષીય શખ્સ પાસેથી 559 કિલો ચોખા અને 190 કિલો બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપાયો

FOOD GRAIN SEIZED IN MANDVI
FOOD GRAIN SEIZED IN MANDVI

FOOD GRAIN SEIZED IN MANDVI : માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ કચ્છ-ભુજના ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ટાટા એસીઇ લોડિંગ વાહન (GJ-03-BT-8567)માં બિલ કે આધાર-પુરાવા વગરનો અનાજનો જથ્થો બાડા ગામથી માંડવી તરફ વેચાણ માટે લઈ જવાઈ રહ્યો હતો.

પોલીસે તપાસ કરતા માંડવી તાલુકાના મોટી-રાયણના ભગત ફળિયામાં રહેતો 22 વર્ષીય તૌફીક મહમદહનીફ હાલા મળી આવ્યો હતો. આરોપીના વાહનમાંથી 24 બાચકામાં ભરેલો અનાજનો જથ્થો અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો મળ્યો હતો. આરોપી પાસે આ માલનો કોઈ આધાર-પુરાવો ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 559 કિલો ચોખા (કિંમત રૂ.11,180), 190 કિલો ઘઉં (કિંમત રૂ.3,800), ટાટા એસીઇ વાહન (કિંમત રૂ.1 લાખ) અને ઇલેક્ટ્રિક વજન કાંટો (કિંમત રૂ.1,000)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીની BNSS કલમ 35(1)E મુજબ ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે માંડવી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *