FIR AGAINST FAKE JOURNALIST BLACKMAILING : જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લામાં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

FIR AGAINST FAKE JOURNALIST BLACKMAILING : જામનગર જિલ્લાના લાલપુર અને ફલ્લામાં ગઈકાલે પ્રેસના નામે તોડ કરતી ટોળકી સામે અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા, જે પ્રકારના વધુ ત્રણ ગુન્હા ધ્રોળ અને જોડીયા પોલીસ મથકમાં નોંધાયા છે.
ધ્રોલમાં લૈંયારા ગામમાં એક જેસીબી ચાલક પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપી રૂ.10,000 પડાવી લીધાનું જાહેર થયું છે, તેમજ જોડિયા તાલુકાના કૂન્નડ અને હડિયાણા ગામમાં બે વ્યક્તિ પાસેથી રૂ.15,000નો તોડ કર્યાનું પણ સામે આવ્યું છે. જે અંગે બે ગુન્હા દાખલ કરાયા છે.
FIR AGAINST FAKE JOURNALIST BLACKMAILING : ધ્રોળ તાલુકાના લૈંયારા ગામમાં રહેતા અને જેસીબી મશીન ચલાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાએ ધ્રોળ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર એવા પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત વીરુબેન સવજીભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, રાજેશ્રીબેન દીપકભાઈ ચૌહાણ અને જગદીશ હસમુખભાઈ સાંથેલા સામે પોતાની પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીના નામે ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક 10,000 રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત જોડિયામાં દલનોવાસ વિસ્તારમાં રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયાએ હડિયાણા ગામમાં તળાવમાં જેસીબી મારફતે માટી કાઢી રહ્યા હતા, જે દરમિયાન કરસનભાઈ પરમાર ઉપરાંત વૈશાલીબેન મનીષભાઈ ધામેચા જ્યોતિબેન હિંમતભાઈ મારકણા અને વીરુબેન સવજીભાઈ પરમાર એક કારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા બાદ તેને વાયરલ કરી યદેવાની ધમકી આપી પોતાની પાસેથી રૂપિયા દસ હજાર પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
FIR AGAINST FAKE JOURNALIST BLACKMAILING : ત્યારબાદ જોડિયા તાલુકાના કુંન્નડ ગામમાં માટી કાઢવાનું કામ કરી રહેલા મંછાભાઈ જીવાભાઇ ધ્રાંગીયા નામના યુવાને પણ પોતાની પાસેથી પત્રકારના નામે માટીના ખોદકામના વિડીયો ઉતારી, વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 5,000 પડાવી લેવા અંગે પ્રવીણ કરસનભાઈ પરમાર ઉપરાંત સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.