
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાથે રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ સેન્સની પ્રક્રિયાના પ્રથમ દિવસે જ ભાજપના કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ હતી. આ દરમિયાન કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખ ગિરીશભાઈ પર હુમલાની ઘટના જોવા મળી છે. તો હુમલો કરવાનો આક્ષેપ ભાજપ યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય પર લગાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદના નરોડામાં સેન્સની પ્રક્રિયામાં હુમલાની ઘટનામાં ટિકિટ મેળવવાનું કારણ બન્યું છે. યુવા મોરચાના શહેર કારોબારી સભ્યએ લવ ભરવાડે ટિકિટ કેમ માગી તેવા મુદ્દા સાથે લાકડી વડે હુમલો કર્યો છે. આ બાદ હુમલામાં ઘાયલ બંને લોકોને નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.