Festive : રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

Festive : રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

Festive : દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા માટે ગુજરાત સરકારની નવી સૂચનાઓ જાહેર

સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન – માત્ર ગ્રીન ફટાકડાને મંજૂરી

Festive : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય કર્યો છે.

Festive : સરકારી સૂચનાઓ અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક – રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

Festive : તે ઉપરાંત, ઘોંઘાટવાળા અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફક્ત સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય ગ્રીન ફટાકડાં — જે ઓછું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે — તેમના ઉત્પાદન અને વેચાણને જ મંજૂરી રહેશે.

Festive : સરકારના નિર્ણય મુજબ:

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા જ થઈ શકશે.

Festive : લાયસન્સ વિનાના અથવા પ્રતિબંધિત ફટાકડાં વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે.

તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ફટાકડામાં બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ યથાવત્ રહેશે.

અન્ય તહેવારો માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે:

Festive : ક્રિસમસ અને નૂતન વર્ષ: રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.

Festive : રાજ્ય સરકાર અને તંત્ર આ નિયમોના કડક અમલ માટે સક્રિય બન્યા છે, જેથી તહેવારો દરમિયાન પર્યાવરણની સુરક્ષા અને નાગરિકોના આરોગ્યનું સંરક્ષણ થઈ શકે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *