FARMERS RELIEF PACKAGE IN KUTCH : 10 હજાર કરોડના રાહત પેકેજનો કચ્છના માત્ર 85 ગામના ખેડૂતોને જ મળશે લાભ

FARMERS RELIEF PACKAGE IN KUTCH : 10 હજાર કરોડના રાહત પેકેજનો કચ્છના માત્ર 85 ગામના ખેડૂતોને જ મળશે લાભ

FARMERS RELIEF PACKAGE IN KUTCH
FARMERS RELIEF PACKAGE IN KUTCH

FARMERS RELIEF PACKAGE IN KUTCH : ઓક્ટોબર માસમાં કચ્છ સહીત ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકશાનીથી બેઠા કરવા માટે સરકારે રૂપિયા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજનો લાભ લેવા માટે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો આજથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે.

FARMERS RELIEF PACKAGE IN KUTCH : આ માવઠાના કારણે કચ્છના મોટા ભાગના ખેડૂતોને નુકશાની થઇ હતી, પણ જ્યાં વધુ નુકશાની થઇ છે, તેવા અંજાર અને ભચાઉ તાલુકાના 85 ગામોમાં ગ્રામ સેવકો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સરકારે આ રાહત પેકેજમાં કચ્છના 2 સહીત રાજ્યના 251 તાલુકાનો સમાવેશ કર્યો છે. આ તાલુકાના ખેડૂતો આજથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. આ રાહત પેકેજમાં 2 હેક્ટરની મર્યાદામાં, હેક્ટર દીઠ 22,000 એટલે કે કુલ 44,000ની આર્થિક મદદ મળવાપાત્ર છે

FARMERS RELIEF PACKAGE IN KUTCH : સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યના 251 તાલુકાના 16,500 ગામના તમામ ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ સહાય માટે અરજી કરી શકેશે. પિયત, બિન પિયત અને બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે. રાજ્ય સરકારે 7 નવેમ્બરે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે.

10 હજાર કરોડના આ પેકેજમાં 6,429 કરોડ SDRF અને 3386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે. આમ કુલ 9815 કરોડ થાય છે, જોકે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે, જેથી આ સહાય વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

FARMERS RELIEF PACKAGE IN KUTCH : રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે આજથી 14 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જો કે આ અંગે કચ્છ કિસાન સંઘના પ્રમુખ કરમણ ભાઈ ગાગલે જણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી. ખેડૂતો પણ અજાણ છે કે અરજી ક્યારે અને ક્યાં કરવાની છે. જે ખેડૂતોનો સર્વે નથી થયો તે ખેડૂતો પણ અરજી કરી શકશે તેવી સરકારે જાહેરાત કરી છે, પણ ખેડૂતો ક્યા આધારે અરજી કરશે તેની કોઈ વિગતો કે ઠરાવ અમારી પાસે આવ્યો નથી કે મેસેજ પણ નથી મળ્યો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *