FAKE CHEESE FACTORY : મહેસાણાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ

FAKE CHEESE FACTORY : મહેસાણાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ

FAKE CHEESE FACTORY
FAKE CHEESE FACTORY

FAKE CHEESE FACTORY : મહેસાણાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં ડીવાઇન ફૂડ નામની ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરી હિંમતનગર હાઇવે ઉપર ચાલતી હતી.જેમાં ભેળસેળયુકત પનીર બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે માહિતી મળતા મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ બનાવટી પનીરની ફેક્ટરી ઝડપી હતી. જેમાં પામોલિન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડ વાપરતા હતા હોવાનું પણ બહાર આવ્યું છે.

કાર્યવાહી દરમિયાન રૂપિયા 1,29,800નું 649 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.ઉપરાંત રૂપિયા 32,130 નું 238 કિલો પામોલિન તેલ પણ જપ્ત કરાયું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *