
ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ? ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા થયેલી માંગ યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લેતા રહેલા છે. અગાઉ અહીંયા ઊભી રહેતી રેલગાડીઓ કોરોના બિમારી બાદ શરૂ થતાં અહીંયા ઊભી રાખવામાં આવતી નથી. આ અંગેની રજૂઆત સંબંધિત વિભાગોમાં તપાસ સૂચિત કરીને ઓખા ભાવનગર અને જેતલસર ભાવનગર વચ્ચે આવજા કરતી ગાડીઓ ઊભી રાખવા માંગ થયેલી છે. આ રેલગાડીઓ સ્થાનિક ઉતારું ગાડીઓ હોવા છતાં સોસરા ઊભી રાખવામાં આવતી નથી. આમ કેમ ? તેમ તંત્ર સામે રોષ સાથે પ્રશ્ન રહેલ છે. રામધરી સહિત અને બનતી ત્વરાએ નિર્ણય લેવા આજુબાજુના દસ જેટલા ગામોના અનુરોધ કરાયો છે. ચોરવડલા ભાવનગર રેલ મંડળ અંતર્ગત સોસરા રૈલ મથક પર અસંખ્ય ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ? ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા માંગ થયેલી છે. પશ્ચિમ રેલવે અંતર્ગત ભાવનગર રેલ મંડળમાં સિહોર અને ધોળા વચ્ચે આવેલ સણોસરા રૈલ મથક પર કેટલીક સ્થાનિક ઉતારું ગાડીઓને ઉભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક મૂકેશ પંડિત દ્વારા સંબંધિતોને માંગ રજૂઆત થઈ છે. . .