કામનું / ટૂંક સમયમાં આવશે PF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા, આવી રીતે ચેક કરો બેલેન્સ

EPFO સબ્સ્ક્રાઇબર્સ લાંબા સમયથી તેમના PF વ્યાજની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) આ મહિનાના અંત સુધીમાં 6 કરોડથી વધુ કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા નાખી શકે છે. જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારો PF કપાઈ છે, તો તમે આ 4 રીતે તમારું પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ ચેક કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે EPFO ​​વ્યાજની રકમ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સબસ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં જમા કરવામાં આવી રહી છે. પરંતુ આવું એટલા માટે થયું કારણ કે સોફ્ટવેરને અપગ્રેડ કરવું પડ્યું હતું. મંત્રાલયે કહ્યું કે કોઈ સબ્સક્રાઈબને વ્યાજની રકમનું નુકસાન થયું નથી.

1. SMS દ્વારા આવી રીતે બેલેન્સ કરો ચેક

જો તમારું UAN EPFO ​​સાથે રજિસ્ટર્ડ છે, તો તમે તમારા લેટેસ્ટ કોન્ટ્રિબ્યૂશન અને PF બેલેન્સની જાણકારી એક મેસેજથી મેળવી શકો છો. તેના માટે તમારે EPFOHO UAN ENG ને 7738299899 પર મોકલવાનું રહેશે. છેલ્લા ત્રણ અક્ષરો ભાષા માટે છે. જો તમને હિન્દીમાં માહિતી જોઈતી હોય તો તમે EPFOHO UAN HIN લખીને મોકલી શકો છો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. આ SMS UAN ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મોકલવો જોઈએ.

2. મિસ્ડ કોલ દ્વારા આવી રીતે ચેક કરો બેલેન્સ

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ આપો. તેના પછી તમને EPFO ​​તરફથી એક મેસેજ આવશે જેમાં તમને તમારા PF એકાઉન્ટની વિગતો મળશે. તેના માટે જરૂરી છે કે UAN સાથે બેંક એકાઉન્ટ, PAN અને આધાર લિંક્ડ હોય.

3. EPFO દ્વારા

  • તમારે તેના માટે EPFO પર જવાનું રહેશે
  • અહીં Employee Centric Services પર ક્લિક કરવાનું રહેશે
  • હવે View Passbook પર ક્લિક કરો
  • પાસબુક જોવા માટે તમારે UAN થી લોગિન કરવું પડશે

4. ઉમંગ એપ દ્વારા

  • તમારી ઉમંગ એપ (Unified Mobile Application for New age Governance) ખોલો અને ઈપીએફઓ પર ક્લિક કરો
  • તમારે એક અન્ય પેજ પર એમ્પલોયી સેન્ટ્રિક સર્વિસ (employee centric services) પર ક્લિક કરવાનું રહેશે
  • અહીં વ્યૂ પાસબુક પર ક્લિક કરો
  • તમારો યુએએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર ભરો
  • ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે
  • તેના પછી તમે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *