Bihar Election 2025: બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

Bihar Election 2025: તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

Bihar Election 2025: સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન થયું.

Bihar Election 2025: બિહારમાં 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા

બેગુસરાય: 67.32 ટકા

ભોજપુર: 53.24 ટકા

બક્સર: 55.10 ટકા

દરભંગા: 58.38 ટકા

ગોપાલગંજ : 64.96 ટકા

ખગડિયા: 60.65 ટકા

લખીસરાય : 62.76 ટકા

મધેપુરા: 65.74 ટકા

મુંગેર : 54.90 ટકા

મુઝફ્ફરપુર: 64.63 ટકા

નાલંદા: 57.58 ટકા

પટના: 55.02 ટકા

સહરસા: 62.65 ટકા

સમસ્તીપુર: 66.65 ટકા

સારણ: 60.90 ટકા

શેખપુરા: 52.36 ટકા

સીવાન: 57.41 ટકા

વૈશાલી: 59.45 ટકા

વધુ સમાચારો માટે અહિં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *