
ગણેશજીની મૂર્તિ ખરીદતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એવી મૂર્તિ ઘરમાં લાવવી જે શાસ્ત્રો પ્રમાણે યોગ્ય હોય. એટલે ધર્મ ગ્રંથોમાં ગણેશજીનું જેવું સ્વરૂપ જણાવ્યું છે, તેમની મૂર્તિઓ પણ તેવી જ હોવી જોઈએ. અગ્નિ, પદમ, સ્કંદ, વારાહ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, શિવ અને ગણેશ પુરાણમાં ભગવાન ગણેશના રંગ અને સ્વરૂપ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. તેવી જ મૂર્તિની પૂજા કરવી જોઈએ. જેના દ્વારા મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માટીના ગણેશ જ ઘરમાં લાવવા જોઈએ અથવા માટીથી જાતે જ બનાવવા જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય કેમિકલ્સના ઉપયોગથી બનેલી મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહીં. આ સિવાય સફેદ મદારની જડથી બનેલાં ગણેશજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાં જ ધાતુઓમાં સોના, ચાંદી કે તાંબાની મૂર્તિઓની પણ પૂજા કરી શકો છો.

ગણેશજીની પ્રતિમા કેવી હોવી જોઈએ
- બેઠેલાં ગણેશજીની પ્રતિમા શુભ મનાય છે. આવી મૂર્તિની પૂજા કરવાથી સ્થાયી ધનલાભ થાય છે અને કામકાજમાં આવતા વિઘ્ન પણ દૂર થઈ જાય છે.
- ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવે છે. એટલે તેમની સૂંઢ ડાબીબાજુ વળેલી હોવી જોઈએ. આવી પ્રતિમાની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સંકટ દૂર થઈ જાય છે.
- જે મૂર્તિમાં ગણેશજીના ખભા ઉપર નાગ સ્વરૂપ જનોઈ ન હોય. એવી મૂર્તિ ખરીદવી જોઈએ નહીં.
- જે મૂર્તિમાં ગણેશજીનું વાહન ન હોય એવી પ્રતિમાની પૂજા કરવાથી દોષ લાગે છે.
- શાસ્ત્રોમાં ગણેશજીને ધૂમ્રવર્ણ જણાવવામાં આવે છે, એટલે ગણેશજીનો રંગ ધુમાડા સમાન છે. એટલે ગણેશજીની એવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.
- ગણેશજીને ભાલચંદ્ર પણ કહેવામાં આવે છે એટલે ગણેશજીની એવી મૂર્તિની પૂજા કરવી જોઈએ જેમના કપાળ ઉપર ચંદ્ર બનેલો હોય.
- ગણેશજીની એવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ જેમાં તેમના હાથમાં પાશ અને અંકુશ બંને હોય. શાસ્ત્રોમાં ગણેશજીના આવા સ્વરૂપનું વર્ણન મળે છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ નું પૂજન કરવા સુભાષ માર્ગ થી રોટરી કલબ દ્રારા અપીલ કરાઈ
માંડવી રોટરી કલબ દ્વારા ટોપરાણી શાળા માં ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની પ્રતિમાના સ્ટોલ નું આયોજન કરાયું છે આ સ્ટોલે થી ઇકો ફ્રેન્ડલી અને માટી ના ગણેશ ની સ્થાપના કરવા આપીલ કરાઈ છે.