Eclipse : 12 ઓગસ્ટનું ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, સ્પેન સહિત અનેક દેશોમાં જોવા મળશે

Eclipse : 12 ઓગસ્ટનું ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, સ્પેન સહિત અનેક દેશોમાં જોવા મળશે

Eclipse 12 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વના અનેક દેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણની દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર સ્પેન, આર્કટિક, યુરોપ, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ગ્રહણનું નિરીક્ષણ કરી શકાશે.

ભારત જન વિજ્ઞાન જાથાના જણાવ્યા અનુસાર ગ્રહણની કુલ અવધિ આશરે 4 કલાક 23 મિનિટ રહેશે. સ્પેનમાં સૂર્યાસ્ત સમયે પૂર્ણ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો જોવા મળશે, જેને ખગોળપ્રેમીઓ માટે યાદગાર ઘટના માનવામાં આવી રહી છે.

Eclipse ભારતમાં ગ્રહણ દેખાશે નહીં

જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે 12 ઓગસ્ટનું આ સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. તેથી ભારતમાં ગ્રહણ સંબંધિત પરંપરાગત નિયમો કે પ્રતિબંધો વૈજ્ઞાનિક દૃષ્ટિએ લાગુ પડતા નથી.

Eclipse ગ્રહણનો ભારતીય સમય

ગ્રહણ સ્પર્શ: રાત્રે 9:04 વાગ્યે

ગ્રહણ સંમિલન: 10:27 વાગ્યે

ગ્રહણ મધ્ય: 11:15 વાગ્યે

ગ્રહણ ઉન્મીલન: રાત્રે 12:03 વાગ્યે

ગ્રહણ મોક્ષ: રાત્રે 1:27 વાગ્યે

કુલ અવધિ: 4 કલાક 23 મિનિટ

Eclipse વૈજ્ઞાનિકો કરશે સંશોધન

વિશ્વના અનેક દેશોના વૈજ્ઞાનિકો આ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોના, વાતાવરણ તેમજ પશુ-પક્ષીઓના વર્તનમાં થતા ફેરફારો અંગે અભ્યાસ કરશે. ખગોળવિજ્ઞાન માટે આ એક મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે.

Eclipse નરી આંખે ગ્રહણ જોવું જોખમી

વિજ્ઞાન જાથાએ લોકોને ચેતવણી આપી છે કે સૂર્યગ્રહણને ક્યારેય નરી આંખે ન જોવું જોઈએ. ગ્રહણ જોવા માટે પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા ખાસ સુરક્ષિત સાધનોનો જ ઉપયોગ કરવો.

Eclipse રાજ્યભરમાં જાગૃતિ કાર્યક્રમો

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લાઓમાં સૂર્યગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ આપવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોમાં ગ્રહણ અંગેની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે અને સલામત રીતે ગ્રહણ નિહાળવાની સમજ અપાશે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *