DURGAPUR MANDVI : માંડવી વિસ્તારના દુર્ગાપુરનો શખ્સ રૂપિયા 8.09 લાખની ઠગાઈ કરતો પકડાયો

DURGAPUR MANDVI : માંડવી વિસ્તારના દુર્ગાપુરનો શખ્સ રૂપિયા 8.09 લાખની ઠગાઈ કરતો પકડાયો

DURGAPUR MANDVI
DURGAPUR MANDVI ENHANCED BY AI

DURGAPUR MANDVI : માંડવી વિસ્તારમાં લોકોના નામે 16 ટુ-વ્હીલર છોડાવી કુલ રૂપિયા 8.09 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદાને શંકાસ્પદ વાહન સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીએ અનેક નિર્દોષ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે વાહનો છોડાવી ફાઈનાન્સ કંપની અને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.આરોપીએ જુદી-જુદી કંપનીના કુલ 16 જેટલા ટુ-વ્હીલર વાહનોની ખરીદી કરી હતી. આરોપીએ શરૂઆતમાં વાહનોનું ડાઉન પેમેન્ટ ભરી લોન લીધી હતી,

પરંતુ ત્યારબાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને વાહન અન્ય લોકોને વહેચી દઈ તેમના નામે ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ માંડવી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી પાસેથી ૧૬ ટુ-વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *