DRON : અમદાવાદમાં ગમે ત્યારે ગમે ત્યાં ડ્રોન ન ઉડાવતા, પોલીસ કમિશનરે લીધો મોટો નિર્ણય

DRON : અમદાવાદમાં ગમે ત્યારે ગમે ત્યાં ડ્રોન ન ઉડાવતા, પોલીસ કમિશનરે લીધો મોટો નિર્ણય

DRON : દિવસે ને દિવસે ડ્રોનની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. કારણ કે આજના ટેક્નોલોજીના યુગમાં ફોટોગ્રાફીથી લઈને ખેતરમાં જંતુનાશક દવાના છંટકાવ એમ દરેક કામમાં ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ડ્રોનને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

DRON : આજના આધુનિક યુગમાં ડ્રોન ટેક્નોલોજી ઝડપથી લોકપ્રિય બની રહી છે. થોડા વર્ષો પહેલા જ્યાં ડ્રોન માત્ર સૈનિક ઉપયોગ માટે જાણીતા હતા, ત્યાં આજે તેનો ઉપયોગ ખેતી, ફોટોગ્રાફી, ફિલ્મમેકિંગ, ડિલિવરી, સર્વેલન્સ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. ડ્રોન કેમેરા સાથેના ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિયો અને ફોટા લેવા માટે યુવાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લગ્ન-સમારોહો અને વિવિધ કાર્યક્રમોમાં ડ્રોન ફોટોગ્રાફી સામાન્ય બની ગઈ છે.

DRON : ડ્રોન ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે

સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં પણ ડ્રોન સર્વેલન્સ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આપત્તિ દરમિયાન રાહત કામગીરીમાં પણ ડ્રોન ઝડપથી માહિતી એકત્ર કરી શકે છે. આ રીતે ડ્રોન હવે માત્ર શોખ માટે નહીં પરંતુ દૈનિક જીવન અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં જરૂરી સાધન બની ચૂક્યા છે. આગામી સમયમાં ટેક્નોલોજી વધુ વિકસશે અને ડ્રોનનો ઉપયોગ હજુ વધુ વિસ્તૃત ક્ષેત્રોમાં થશે. જો કે આ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે ડ્રોન ઉડાવવા પર એક મોટો નિર્ણય લીધો છે.

DRON : અમદાવાદમાં ડ્રોન ઉડાડવા પર નવા નિયમો જાહેર

DRON : અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું કરવામાં આવ્યું છે, જેમાં શહેરની કુલ 201 જગ્યાએ ડ્રોન ઉડાડવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નક્કી કરેલ 201 જગ્યાની 2 કિ.મી.ની ત્રિજ્યામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. શહેરની સુરક્ષાને હાની ન પહોંચે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ એન્જન્સી કે વ્યક્તિ જાહેરનામાનો ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. અંગત વ્યવસાય ડ્રોનનો ઉપયોગ માટે પરવાનગી માગવી પડશે તે પછી જ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.

DRON : શા માટે લેવામાં આવ્યો નિર્ણય?

નોંધનીય છે કે, આતંકવાદી પ્રવૃત્તિઓમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે, જેને ધ્યાનમાં રાખી ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત ઊભી થતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *