DPA દીનદયાલ પોર્ટ ઓથોરીટી બહાર વારસદારોની ભૂખ હડતાલ; આમ આદમી પાર્ટીનું સમર્થન

DPA દીનદયાલ પોર્ટ ઓથોરીટી બહાર વારસદારોની ભૂખ હડતાલ; આમ આદમી પાર્ટીનું સમર્થન

ગાંધીધામ: દીનદયાલ પોર્ટ ઓથોરીટી (DPA)માં ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવામાં આવે એવી વર્ષોથી ચાલતી માગણીને વેગ મળ્યો છે. પોર્ટ પ્રશાસન તરફથી અનેક રજૂઆતો બાદ ફક્ત 17 વારસદારોને નોકરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી બાકી રહેલા 440 પરિવારો ન્યાયની માંગ સાથે 29 નવેમ્બરથી DPT ઓફિસ બહાર ભૂખ હડતાલ પર બેઠા છે.

DPA ભુખ હડતાલના ચોથા દિવસે, આમ આદમી પાર્ટી પ. કચ્છની ટીમે પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં હડતાલ પર બેઠેલા પરિવારજનોની મુલાકાત લીધી હતી.

DPA ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું કે વારસદારોની માંગણી સંપૂર્ણપણે ન્યાયસંગત છે અને પ્રશાસને વિલંબ કર્યા વગર તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. તેમણે કહ્યું, “જ્યારે બહારથી આવતા લોકોને અહીં નોકરી મળી શકે છે, ત્યારે સ્થાનિક કર્મચારીઓના વારસદારોને નોકરી આપવામાં વાંધો શું?”

DPA આમ આદમી પાર્ટીએ આ આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. મુલાકાત દરમિયાન પાર્ટીના રાયશી દેવરીયા, સંજય સરીયાલા, સુરેશ બારુપાલ અને નાગશી પરમાર પણ હાજર રહ્યા હતા.

DPA વારસદારોની ભૂખ હડતાલ ચાલુ રહેતાં હવે પોર્ટ પ્રશાસન પર દબાણ વધ્યું છે અને આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે તે અંગે સૌની નજર ટંકાઈ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *