DONALD TRUMP : ડોનાલ્ડ ટ્રમ્પનું રેસીપ્રોકલ ટેરીફ નું વલણ કુણું પડવાના સંકેતો

DONALD TRUMP : વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ અમલી બનાવવાના છે. તે અમેરિકા સાથે સૌથી વધુ ટ્રેડ સરપ્લસ ધરાવતા ટોચના ૧૫ દેશો સામે વળતો ટેરિફ લાદવાના છે. જો કે ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફના અમલમાં તે નરમાઈ લાવે તેવા સંકેતો મળ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ દિવસે કોર રેસિપ્રોકલ ટેરિફને લઈ આગળ વધશે તેમ માનવામાં આવે છે. જ્યારે ઓટોમોબાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને સેમી કંડક્ટર્સ સેક્ટરમાં તે ઉદ્યોગલક્ષી લેવી નાખવાનો નિર્ણય લેશે, જેના અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
DONALD TRUMP : વ્હાઇટ હાઉસે રેસિપ્રોકલ ટેરિફ નાખવા માટે ઓળખી કાઢેલા પંદર દેશોમાં ચીન, જાપાન, જર્મની, સાઉથ કોરીયા, ભારત, મેક્સિકો અને કેનેડાનો સમાવેશ થાય છે. આના પગલે એશિયાઈ બજારોમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે.અન્ય દેશોમાં ટ્રમ્પ તંત્ર દેશની સાથેના વેપાર સંબંધો મુજબનો અભિગમ અપનાવી શકે છે.
DONALD TRUMP : આમ ટ્રમ્પ અગાઉ તેના બધા જ ટ્રેડિંગ પાર્ટનરો સામે હાઈ, મીડિયમ અને લો એમ ત્રિસ્તરીય માળખુ અમલમાં મૂકવાના હતા. તેના બદલે હવે તેઓએ દેશો સાથે ટેરિફ રેટને લઈને સહમતી સાધવા પર ભાર મૂક્યો છે. ટ્રમ્પ તેમા કેસ દીઠ અભિગમ અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
DONALD TRUMP : રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બીજી જૂને થવાની છે ત્યારે એશિયાઈ બજારોમાં તેને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે.અમેરિકાના ઇન્ડસ્ટ્રી ગુ્રપોનું કહેવું છે કે તેઓને હવે કયા અપવાદો રહેશે કે નહીં તેની માહિતી મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ફોરચ્યુન ૫૦૦ કંપનીઓ વ્હાઇટ હાઉસના અને વેપાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ભારે લોબીઇંગ કરી રહી છે. તાજેતરમાં ઓઇલ એક્ઝિક્યુટિવની મીટિંગમાં ટ્રમ્પ કોઈપણ પ્રકારની રાહત આપવાના મિજાજમાં જણાતા ન હતા. ઔદ્યોગિક જૂથોના દબાણ છતાં વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમ્સન ગ્રીરે કડક વલણના સંકેતો આપ્યા હતા. ગ્રીરે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે અગાઉના વહીવટીતંત્રએ વધુ પડતી રાહતો આપી હતી.