
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નિયમિત નિમણુકના હુકમ વિતરણ સમારોહ યોજાયો
વિવિધ સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની સરકારી સેવામાં પાંચ વર્ષની સેવાઓ પુર્ણ કર્યા બાદ ૧૦૭ કર્મચારીઓને નિયમિત નિમણૂક પત્ર અર્પણઃ
સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બારડોલી તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની સરકારી સેવામાં પાંચ વર્ષની સેવાઓ પુર્ણ કર્યા બાદ નિયમિત નિમણુકના હુકમ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ૧૦૭ જેટલા કર્મચારીઓને નિયમિત નિમણૂક પત્ર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કાયમી નિમણૂકને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાન પર લઇ સુરત જિલ્લા પંચાયત દ્વારા વર્ગ- ૩માં આવતા અને છેલ્લા પાંચ વર્ષથી સતત ફરજ બજાવતા કર્મચારીઓને હવે કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખાસ કરીને સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ કામ કરે છે.જેમને કાયમી નિમણુંક માટે અભિનંદ પાઠવું છું એમ તેમણે ઉમેર્યું હતું
આ અવસરે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ અધ્યક્ષકશ્રી જીગ્નેશભાઇ ભાવસારે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય શાખાના વિવિધ સંવર્ગના કર્મચારીઓમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર લેબ ટેક્નિશિયન સહિતના કર્મચારીઓનો આ નિમણૂક પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.૧૦૭ જેટલા કર્મચારીઓને આજે નિયમિત નિમણૂક પત્ર વિતરણ કરાયા છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલભાઇ પટેલ, જિલ્લા આર.સી.એચ.ઓ શ્રી ડો.પ્રિયુષભાઇ શાહ, જિલ્લા પંચાયત સભ્યશ્રી રોશનભાઇ પટેલ,બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અંકીતભાઇ રાઠોડ, ઉપ્રમુખશ્રીમતી નિલાબેન પટેલ, બારડોલી તાલુકા પંચાયત સભ્ય સર્વશ્રીઓ દિનેશભાઇ પરમાર,બિપીનભાઇ ચૌધરી, કિશોરભાઇ ચૌધરી, કિરનભાઇ પટેલ તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.