
દિલ્હી એસિડ એટેકના ત્રણેય મુખ્ય આરોપીઓ ઝડપાયા, બહેન સાથે ઊભેલી સગીરા પર ફેંક્યો હતો તેજાબ
દિલ્હીનાં દ્વારકામાં શાળા જતી છોકરી પર છોકરાં એ એસિડ ફેંક્યું. આ એસિડ અટેક શા માટે થયું તેની જાણકારી મળી નથી પરંતુ પોલીસે આ મામલામાં કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
દિલ્હીમાં બાળકી પર થયો એસિડ અટેક
દિલ્હીમાં એસીડ અટેકનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર દ્વારકા વિસ્તારમાં એક શાળા જતી બાળકી પર એસિડ ફેંકવામાં આવ્યો છે. આ ઘટના બુધવાર સવારની છે. બાળકીને ઇલાજ માટે સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર પીડિતાની ઉંમર 17 વર્ષ છે અને તે 12માં ધોરણમાં ભણી રહી છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર આરોપીઓએ એસિડ Flipkart થી ખરીદ્યું હતું.
બાઇક પર આવ્યાં 2 શખ્સ અને ફેંક્યું એસિડ
17 વર્ષની બાળકી રોડ પર ચાલી રહી હતી ત્યારે બાઇક પર સવાર 2 લોકોએ છોકરી પર એસિડ ફેંક્યું છે. દ્વારકા મેટ્રો સ્ટેશનની નજીક બાળકી પર એસીડ ફેંકવામાં આવ્યું છે. બાળકીએ પોતાની ઓળખાણનાં 2 લોકો પર શક જણાવ્યો છે. જેનાં પછીથી એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ હર્ષવર્ધન મંડવાનું કહેવું છે કે અમે પકડાયેલ એક વ્યક્તિથી પૂછપરછ કરી રહ્યાં છીએ. માહિતી અનુસાર આ એસિડ અટેક સાથે સંકળાયેલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોણ છે આરોપી?
CP સગરપ્રીત હુડ્ડાએ જણાવ્યું કે બુધવારે મોહન ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 છાત્રા પર 2 છોકરાઓએ અસિડ ફેંક્યું. તેનો મુખ્ય આરોપી સચિન અરોડા અને હર્ષિતની ધરપકડ પહેલા કરવામાં આવી હતી અને તેની સાથે આરોપી વીરેન્દ્રસિંહને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે વીરેન્દ્ર સચિનનો મોબાઇલ લઇને બીજાં સ્થળે હતો જેથી તપાસ થાય તો પોલીસને લાગે કે સચિનની લોકેશન ક્યાંક બીજે છે.
ડીસીપી મંડવાએ આપી જાણકારી
ડીસીપી હર્ષવર્ધન મંડવાએ જાણકારી આપતાં કહ્યું કે આશરે 9 વાગ્યે મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. તેના લીધે છોકરી પર એસિડ ફેંક્યા હોવાની જાણકારી મળી હતી. છોકરી પોતાની નાની બહેનની સાથે હતી જ્યારે આ ઘટના ઘટી હતી. પીડિતા બાળકી એક પ્રાઇવેટ સ્કૂલની વિદ્યાર્થીની છે.
આંખોમાં ગયું છે એસિડ-પિતા
આ ઘટના બાદ પીડિતાનાં પિતાએ મીડિયાથી વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ‘અમારી નાની દિકરી દોડતી ઘરે આવી અને કહ્યું કે તેની બહેન પર એસિડ હુમલો થયો છે. બંને છોકરાઓએ પોતાનું મોઢું ઢાંકેલ હતું જેના કારણે બંનેની ઓળખ હજી બાકી છે. એસિડ બાળકીની આંખોમાં ગયું છે.’
અસિડ ફેંકવાની ધમકી આપનાર અરેસ્ટ
થોડાં દિવસો પહેલાં જ પોલીસ ડેપ્યુટી કમિશનર સત્યસુંદરમએ જણાવ્યું કે સુભાષનગર વિસ્તારથી એક એવા યુવકને પકડવામાં આવ્યું છે કે જે મહિલાઓ પર એસિડ અટેક કરવાની ધમકીઓ આપી ચૂક્યો છે. અમન યાદવ પર આરોપ છે કે તેણે ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવ્યું હતું અને પછી તેના થકી તે મહિલાઓને મળવા માટે બોલાવતો હતો. મહિલાઓ જ્યારે ઇનકાર કરે ત્યાકે તે એસિડ અટેક કરવાની કે પછી તેમનો અભદ્ર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. માહિતી અનુસાર અમન યાદવનાં ઇન્સ્ટાગ્રામ પર 1100 ફોલોઅર્સ હતાં.