
દયાળ ગામે વાડીની ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂની ૧૮ બોટલ મળી આવી તળાજા તાલુકાના દયાળ ગામેથી દારૂની એક બોટલ સાથે શખ્સ ઝડપાયા બાદ પોલીસ પુછપરછમાં ખુલેલી વિગતો આધારે પોલીસે દરોડો પાડી વાડી વિસ્તારની ઓરડીમાંથી વધુ ૧૭ બોટલ મળી આવતા પોલીસે કુલ ૧૮ દારૂની બોટલ બરામત કરી હતી. જ્યારે એક શખ્સ હાજર મળી આવ્યો ન હતો. જાણવા મળતી વિગતો અનુસાર દાઠા પોલીસ સ્ટાફ પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ બાતમી મળી હતી કે, દયાળ ગામે રહેતો દુદા મોહનભાઈ શિયાળે તળાવ વાળા રસ્તે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે. જે હકીકત આધારે પોલીસે તપાસ હાથ ધરી દુદા શિયાળની અટક કરી તલાશી લેતા તેના કબજામાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે બરામત કરી પુછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે, કિશોર મોલાભાઈ ચૌહાણે ફોન કરીને જણાવ્યું હતું કે, ગામ કુવાની બાજુમાં વાડી વિસ્તારમાં આવેલ ઓરડીમાં દારૂની બોટલો રાખેલ છે. ત્યાથી લઈ આવ તેમ કહેતા તેના કહેવાથી બોટલ લાવ્યો હતો. શખ્સની કબુલાત આધારે પોલીસે કૂવાની બાજુમાં આવેલ ઓરડીમાં તલાશી લેતા તેમાથી વધુ ૧૭ બોટલ ૨ મળી આવી હતી. જયારે શખ્સ હાજર મળી આવ્યો ન હતો. બનાવ સંદર્ભે દાઠા પોલીસે પ્રોહિબીશન એક્ટ તળે બન્ને શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.