
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે કોલેજના નામનો ખુલાસો થઈ શકે છે. એફએસએલના આધારે આ ખુલાસો થાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી યુનિવર્સિટી તરફથી કોઈ નામ સામેથી લેવાયું નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તેમાં કોઈ કોલેજમાં પેપર લીક થયું હોવાનું સામે આવી રહ્યું છે. ટૂંક સમયમાં થઈ શકે છે ખુલાસો.

ગુજરાતમાં વારંવાર પેપરો લીક થવાની કે પેપરો ફૂટવાની ઘટના સામે આવી રહી છે. 13 તારીખે પેપર લીક થયાની કેસ સામે આવ્યો હતો. ત્યારે પોલીસ અને યુનિવર્સિટીની ઢીલી નિતીથી હજું પણ આ ભેદ અકબંધ રહ્યો છે. ત્યારે અત્યારે સૌ કોઈની નજર આ રીપોર્ટ પર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ અને બીસીએનું પેપર લીક થયું હતું.

આ ઘટના સામે આવતા ફરીથી પેપર લીક મામલે અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ જે એફએસલના રીપોર્ટ બાદ સત્તાવાર ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે. આ રીપોર્ટના આધારે કોની બેદરકારી છે તે સામે આવશે. 90 જેટલા પેપરના સીલના કવરમાંથી 22 ના કવર ખુલ્લા હતા. આ મામલે કેટલાક નિવેદનો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. એફએસએલના રીપોર્ટમાં મહત્વની કડી સામે આવતા સત્તાવાર ગુનો દાખલ થઈ શકે છે.