પ્રેમિકાએ પતિને છોડવાની ના પાડી, યુવકે હત્યા કરીને કર્યું ફેસબુક લાઈવ અને ટ્રેન આગળ કૂદી પડ્યો

દિલ્હીમાં બનેલી હ્રદયદ્રાવક ઘટના બાદ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે કથિત રીતે તેની પ્રેમિકાની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી.

સિલિગુડી પોલીસને સોમવારે મહિલા રિયા બિસ્વાસનો મૃતદેહ મેળવ્યો છે. જયારે યુવકની ઓળખ કિરણ દેબનાથ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર લાઈવ થયા બાદ યુવક રવિવારે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો.

પરિણીત હતી રિયા, પાંચ વર્ષનું બાળક પણ હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા પરિણીત હતી અને તેને પાંચ વર્ષનો પુત્ર પણ છે. આમ છતાં તે કિરણ સાથે બે વર્ષથી રિલેશનશિપમાં હતી. કિરણે રિયાને તેના પતિને છોડી દેવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કિરણ દેબનાથે તેની હત્યા કરી હતી. પોલીસને રિયાનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે. 

ઘટના ન્યૂ જલપાઈગુડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચતુરા ગચ ખટાલ ઝૂંપડપટ્ટી વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, કિરણ રવિવારે રાત્રે રિયાના ઘરે ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને કિરણે છરી વડે રિયાનું ગળું કાપી નાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *