8 કરોડ રૂપિયાની 2000ની નકલી નોટો મળી, થાણે ક્રાઈમ બ્રાન્ચે કર્યો ગેંગનો પર્દાફાશ 

મહારાષ્ટ્ર પોલીસની થાણે ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટ છાપવામાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં 2000ની નકલી નોટો જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું કે તેમને મળેલી બાતમીના

આધારે 8 કરોડ રૂપિયાની 2000ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આ નોટોને બજારમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તે પહેલા જ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

થાણે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 52 વર્ષીય રામ શર્મા અને 55 વર્ષીય રાજેન્દ્ર રાઉત તરીકે કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ પાલઘરના રહેવાસી છે અને નકલી નોટો બજારમાં પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. કાસરવડાવલી પોલીસ સ્ટેશનમાં આનો કેસ નોંધવામાં આવ્યો છે.

નકલી નોટો છાપતી આ ટોળકી પાસેથી પોલીસે 2000ની નોટોના 400 બંડલ કબજે કર્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નકલી નોટો છાપનારાઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકી બજારમાં 2000 રૂપિયાની નોટોની અછતનો લાભ લેવા માંગતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *