CRIME / માંડવીની સગીરાનું બાગના શખ્સ દ્વારા અપહરણ

CRIME / માંડવીની સગીરાને લલચાવી-ફોસલાવી બાગના શખ્સ દ્વારા અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે. માંડવી પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 15 વર્ષની સગીરાનું ગત તા. 16/5ના માંડવીમાંથી આરોપી રજાક સિધિક સુમરા (રહે. બાગ, તા. માંડવી)એ લગ્નની લાલચ આપી ફોસલાવી, બદકામના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. માંડવી પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *