એશિયા કપ 2022માં શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે આજે કરો યા મરોનો મુકાબલો યોજાવાનો છે. જે પણ ટીમ જીતશે, તે સુપર-4માં જગ્યા બનાવશે જ્યારે હારનારી ટીમ સીધી બહાર થઇ જશે. ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાને પહેલા જ શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યુ હતુ અને તે પછી બાંગ્લાદેશને પણ 7 વિકેટે હરાવ્યું હતું. એવામાં મહત્વના મુકાબલા પહેલા બન્ને ટીમમાં કોમેન્ટ વૉર શરૂ થઇ ગયો છે. બન્ને ટીમ એક બીજા પર કટાક્ષ કરવા લાગી છે.

પહેલા શ્રીલંકન કેપ્ટન દાસુન સનાકાએ કહ્યુ કે બાંગ્લાદેશ આસાન શિકાર છે, તેની પાસે માત્ર બે વર્લ્ડ ક્લાસ બોલર છે. આ બન્ને પ્લેયર શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહમાન છે.
જેની પર બાંગ્લાદેશના કોચ ખાલિદ મોહમ્મદે કહ્યુ કે અમારી પાસે ઓછામાં ઓછા બે વર્લ્ડ ક્લાસ બોલર તો છે. શ્રીલંકા ટીમમાં તો એક પણ એવો ખેલાડી નથી, જેની શાકિબ અલ હસન કે મુસ્તફિઝુર રહમાન સાથે તુલના કરી શકાય. આ કોમેન્ટ વોર વચ્ચે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહિલા જયવર્ધને આવ્યો હતો. જયવર્ધનેએ કહ્યુ કે હવે તો શ્રીલંકન પ્લેયર્સે દમ બતાવવો જ પડશે.

જયવર્ધનેએ ટ્વીટ કર્યુ, જેમાં તેને લખ્યુ, હવે સમય આવી ગયો છે કે શ્રીલંકન ટીમના બોલરોએ પોતાની ક્લાસ બતાવવી પડશે, સાથે જ બેટ્સમેનોને એમ પણ જણાવવો પડશે કે તે મેદાન પર શું કરી શકે છે.
અફઘાનિસ્તાને શ્રીલંકા-બાંગ્લાદેશને હરાવ્યુ
મહત્વપૂર્ણ છે કે આ વખતે 6 ટીમને બે ગ્રુપમાં વેચવામાં આવી છે જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ-બીમાં સામેલ છે. જેમાં અફઘાનિસ્તાને પોતાની ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યુ હતુ. તે બાદ બીજી મેચમાં બાંગ્લાદેશને પણ 7 વિકેટથી હરાવ્યુ હતુ. આ રીતે અફઘાનિસ્તાન સુપર-4 સ્ટેજમાં પહોચનારી પ્રથમ ટીમ બની હતી અને હવે બીજી ટીમ તે હશે, જે આજની મેચ જીતશે.
