CORONA IN DELHI : દિલ્હીમાં કોરોનાએ વેગ પકડ્યો, JN.1 અને LF.7 જેવા પેટા પ્રકારો સક્રિય

CORONA IN DELHI : દિલ્હીમાં કોરોનાએ વેગ પકડ્યો, JN.1 અને LF.7 જેવા પેટા પ્રકારો સક્રિય

CORONA IN DELHI
CORONA IN DELHI

દિલ્હીમાં કોરોનાએ વેગ પકડ્યો, એક અઠવાડિયામાં 99 નવા કેસ મળ્યા; અન્ય રાજ્યોએ પણ ચિંતા કરી વ્યક્ત

CORONA IN DELHI : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજધાનીમાં કોરોનાના 104 સક્રિય કેસ છે. આમાંથી, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 99 કેસ વધ્યા છે.

CORONA IN DELHI : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે. આ પછી મહારાષ્ટ્ર અને દિલ્હીનો વારો આવે છે. કેરળમાં સક્રિય કોવિડ-19 કેસની સંખ્યા 430, મહારાષ્ટ્રમાં 209 અને દિલ્હીમાં 104 છે. 19 મે સુધીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 સક્રિય કેસ હતા. પરંતુ, માત્ર એક અઠવાડિયામાં 99કેસ વધુ વધ્યા છે, જ્યારે 24 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પરના ડેટા અનુસાર, કેરળ (+355), મહારાષ્ટ્ર (+153) અને દિલ્હી (+24) સહિત અનેક રાજ્યોમાં સક્રિય કેસોમાં વધારો થયો છે. વધુમાં, મહારાષ્ટ્ર (+4) અને કર્ણાટક (+1) સહિત કેટલાક સ્થળોએ મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. જોકે, ઘણા રાજ્યોમાં કોઈ નવા કેસ કે મૃત્યુ નોંધાયા નથી.

CORONA IN DELHI : આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં કોવિડ-19 માંથી સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોરોનાને હરાવનારા દર્દીઓની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્ર (8,29,849), કેરળ (6,84,927) અને આંધ્રપ્રદેશ (2,32,635)માં છે. કોરોનાની પહેલી લહેર પછી સૌથી વધુ મૃત્યુઆંક: મહારાષ્ટ્ર (1,48,606 ), તમિલનાડુ (38,086) અને કર્ણાટક (40,412 ).તમને જણાવી દઈએ કે 19મે પછી દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. તેમાં આંધ્રપ્રદેશ (4), છત્તીસગઢ (1), ગોવા (1), ગુજરાત (76), હરિયાણા (8), કર્ણાટક (34), મધ્યપ્રદેશ (2), રાજસ્થાન (11), તમિલનાડુ (3) અને તેલંગાણા (1)નો સમાવેશ થાય છે.

CORONA IN DELHI :  દિલ્હીમાં કોવિડ-19 કેસ 100ને વટાવી ગયા હોવાથી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોમવારે લોકોને ખાતરી આપી હતી કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.સીએમ ગુપ્તાએ કહ્યું, “તમામ હોસ્પિટલોને માર્ગદર્શિકા આપવામાં આવી છે અને સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.”તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કેસોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *