
crona : કોરોના હવે ભયાનક : હૂની ચેતવણી
દુનિયામાં કોરોના corona હવે ભયાનક બની રહ્યો છે. સૌથી ગંભીર હાલત થાઈલેન્ડની છે, જ્યાં 2025માં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. થાઈલેન્ડમાં કોરોનાનું એ જ સ્વરૂપ એનબી.1.8.1 છે, જે ભારતમાં સક્રિય છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં બાવન દર્દીનાં મૃત્યુ થયાં છે.
બેંગ્કોકમાં સ્થિતિ ચિંતાજનક છે અને વૃદ્ધો, બાળકોથી માંડી તમામ આયુવર્ગના લોકો ઝપટે ચડયા છે. ભારતમાં 4026 કેસ નોંધાયા છે. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હૂ)એ ચેતવણી આપી છે કે, કોરોનાને corona કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ ભૂમધ્ય સાગરવાળા દેશોમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે. પોઝિટિવિટી રેશિયો 11 ટકાએ પહોંચી ગયો છે. આફ્રિકા, અમેરિકા અને યુરોપમાં કેસ ઓછા છે,
પરંતુ 73 દેશમાં વધી રહેલો પ્રસાર ચિંતાજનક છે. ભારતમાં કોરોનાના corona એક્ટિવ કેસ 4000ને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લી સ્થિતિએ 4026 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 512નવા કેસ સામે આવ્યા છે અને પાંચ દર્દીનાં મૃત્યુ થયાં છે.
વધુ માં આ પણ વાંચો : કચ્છ માં સિંદૂર વન પાર્ક નું નિર્માણ કરાશે
કર્ણાટકમાં 29, ગુજરાતમાં 36, પશ્ચિમ બંગાળમાં 11 કેસ વધ્યા છે. છેલ્લા 12 દિવસમાં જ 3700થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ કેસમાં કેરળમાં 1416, મહારાષ્ટ્રમાં 494, દિલ્હીમાં 393, ગુજરાતમાં 397, પશ્ચિમ બંગાળમાં 372, કર્ણાટકમાં 311, તમિલનાડુમાં 215, યુપીમાં 138, રાજસ્થાનમાં 75, પુડુચેરીમાં 27, આંધ્રમાં 28, હરિયાણામાં 44, એમપીમાં 21, ઓડિશામાં 15, ઝારખંડમાં 11, ગોવામાં 8 અને જમ્મુ-કાશ્મીરમાં 9, છત્તીસગઢમાં 11, પંજાબમાં 9, આસામમાં 6, બિહારમાં 11, સિક્કિમમાં 4, તેલંગણામાં 4, ઉત્તરાખંડમાં 3, મિઝોરમમાં બે, ચંડીગઢમાં બે સામેલ છે. હેવાલ મુજબ,crona કોરોનાગ્રસ્ત જે દર્દીનાં મૃત્યુ થયાં છે તેઓ કોરોના સાથે અન્ય બીમારીથી પણ પીડિત હતા. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 37 દર્દીનાં મૃત્યુ થયાં છે. રાહતની વાત છે કે, અત્યાર સુધીમાં 2700 દર્દી સાજા પણ થયા છે.