
Constitution Day બંધારણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઓસ્લો સર્કલ મુકામે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Constitution Day : બંધારણ દિવસ નિમિત્તે ગાંધીધામમાં ‘આપ’ દ્વારા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ
Constitution Day : ગાંધીધામ: ભારતીય બંધારણ દિવસના પાવન અવસર પર આજરોજ ગાંધીધામ મુકામે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરના ઓસ્લો સર્કલ ખાતે સ્થિત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હાર અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
Constitution Day : આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય બંધારણમાં બાબાસાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. કાર્યકર્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાબાસાહેબનું યોગદાન માત્ર ભારતીય બંધારણ પૂરતું સીમિત નથી, પરંતુ તેઓ સમાજમાં સમાનતા, ન્યાય, માનવ અધિકાર અને લોકતંત્રની ભાવનાને મજબૂત બનાવનારા મહાન વિચારક હતા.
Constitution Day : આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પાર્ટીના અગ્રણી હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. કાયનાત અન્સારી આથા (પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ), નિલેશ મહેતા (મહામંત્રી, કચ્છ ઝોન), રાજુભાઇ લાખાણી (ગાંધીધામ શહેર પ્રમુખ), રાયસીભાઇ દેવરીયા (ગાંધીધામ શહેર મહામંત્રી), સંજય સરીયાલા (ગાંધીધામ શહેર ઉપપ્રમુખ), ટી.ડી. દેવરીયા (ભૂતપૂર્વ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ), સુરેશભાઇ બારૂપાલ (ગાંધીધામ એજ્યુકેશન સેલ પ્રમુખ), નિશાબેન ચોહાણ (ગાંધીધામ મહિલા વિંગ પ્રમુખ) અને ભગારામભાઇ અંખીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
Constitution Day : ઉપસ્થિત સૌ સભ્યોએ સંવિધાન દ્વારા મળેલા અધિકારો અને મૂલ્યોને સમાજમાં જીવંત રાખવાની અને તેને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.