CONGRESS COORDINATION PROGRAMME : ‘સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત જૂનાગઢ શહેરમાં દરેક વોર્ડમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા નિરીક્ષકોની ટીમ પહોંચી

CONGRESS COORDINATION PROGRAMME : જૂનાગઢ શહેરના રાજકારણમાં એક વખત ફરી કોંગ્રેસે નવો શ્વાસ લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા શહેરમાં સંગઠન મજબૂત કરવાનું કામ કોંગ્રેસે હાથ ધર્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નક્કર માર્ગદર્શન હેઠળ ‘સંગઠન સૃજન અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર માટે ખાસ કરીને બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં વોર્ડપ્રમુખોની પસંદગી અને કાર્યકર્તાઓના સંકલનનું કામ દ્રઢતાથી હાથ ધરવામાં આવ્યું છે.

શહેરના દરેક વોર્ડમાંથી પ્રમુખપદ માટે દાવેદાર કાર્યકર્તાઓને આમંત્રિત કરી અને તેમના અનુભવો, નિષ્ઠા, લોકસંપર્ક તથા કાર્યશૈલીને આધારે પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નિરીક્ષક તરીકે નિમાયેલા વશરામ સાગઠીયા અને ચેતન ખાચર જૂનાગઢ ખાતે હાજર રહી સમગ્ર પ્રક્રિયા સંભાળી રહ્યા છે. પ્રથમ દિવસે કોંગ્રેસ ભવન ખાતે બેઠકો યોજાઈ, જેમાં શહેરી વિધાનસભા વિસ્તારમાં આવેલા તમામ 16થી વધુ વોર્ડમાંથી 250થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ હાજરી આપી.

CONGRESS COORDINATION PROGRAMME : પ્રદેશ નિરીક્ષક વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે લોકો સ્થાનિક સ્તરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાસી ગયા છે. નગરપાલિકાની કામગીરી અને પ્રજા વિરોધી નીતિઓથી નારાજ લોકોમાં બદલાવની લાગણી છે.
હવે આપણો ઉદ્દેશ એ છે કે દરેક વોર્ડમાં મજબૂત સંગઠન ઉભું કરીને સામાન્ય જનતાનો વિશ્વાસ જીતવો.” હાલ જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તે માત્ર નામોની પસંદગી નહીં, પણ કાર્યકર્તાઓ સાથે જાતે પહોંચી, તેમની આસપાસની સમસ્યાઓ, રાહ જોઈ રહેલા વિકાસ કાર્યો અને સ્થાનિક સ્તરે વિરોધ પક્ષ તરીકે આપણી ભૂમિકા શું હોય તે જાણી શકીએ એ માટે છે.
અભિયાનમાં માત્ર જૂના આગેવાનો નહીં, પરંતુ નવી પેઢીના યુવાનો, મહિલા આગેવાનો અને નાના વોર્ડ સ્તરના કાર્યકર્તાઓને પણ જવાબદારી આપવા પર ભાર મુકવામાં આવ્યો છે. ખાસ કરીને છેલ્લી બે ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વોર્ડનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક વોર્ડમાં નારાજગીઓ દૂર કરવા માટે પણ આગેવાનો વચ્ચે આપસમાં વાતચીત કરાઇ રહી છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ સંગઠન પુનઃબાંધણીના અભિયાનને એક નવી દિશા મળી છે. જૂનાગઢ શહેરમાં આ અભિયાન માત્ર શહેર માટે નહીં, પણ આસપાસના તાલુકાઓ માટે પણ મોડેલ તરીકે ઉભું થાય તેવો પ્રયાસ છે. પ્રદેશના નિરીક્ષકોના જણાવ્યા પ્રમાણે આજે અમારી પાસે શહેરી વિસ્તારોમાં સંગઠનની ખામીઓ છે, પરંતુ પોટેન્શિયલ કાર્યકરો અને લીડરોની કમી નથી. હવે અમારી પાસે ટીમ બનાવવાનો મોકો છે.
આ અભિયાનની પૃષ્ઠભૂમિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. જૂનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસ પોતાનું પાવરબેસ વિસ્તારી શકે તે માટે સંગઠન સૃજન અભિયાન મહત્વનું મંચ બની રહ્યું છે. હાલનો પ્રયાસ છે કે દરેક વોર્ડમાં મજબૂત કાર્યકરોની કોમિટીઓ બનાવવામાં આવે, જે મતદારો સાથે સીધો સંપર્ક રાખી શકે.