જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવાનને જાતિ અપમાનિત કરાતા ફરિયાદ

માંડવી : તાલુકાના મોટી મઉં ગામે જીઆરડીમાં ફરજ બજાવતા યુવાનને જાતિ અપમાનિત કરી તેની પાસેથી પૂરપાટ વેગે વાહન હંકારીને ભયભીત કરાતા ગઢશીશા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દામજી સામજી મહેશ્વરી (ઉ.વ.૪પ) એ આરોપી ઋતુરાજ ઉર્ફે કાનો ભૂપતસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ એક વર્ષ અગાઉ ફરિયાદીને તેમના ઈષ્ટદેવ ધણમાતંગની જન્મજયંતિએ કાર્યક્રમ રાખેલ છે કે કેમ તેના વિશે પૂછીને તેમાં ઘોર કરવા બાબતે બોલાચાલી કરી હતી અને જાતિ અપમાનિત કર્યો હતો. જે-તે વખતે ફરિયાદીએ ગુનો નોંધાવવાનું ટાળ્યું હતું, પરંતુ તે બાબતનું મનદુઃખ રાખીને ગત તા.૧૦/રના આરોપીએ ફરિયાદીની નજીકથી પૂરપાટ વેગે પોતાનું વાહન ચલાવીને ભય ફેલાવ્યો હતો. ફરિયાદી રાત્રીના અઢી વાગ્યે પોતાની ફરજ પર હતો ત્યારે આ રીતનો ભય ફેલાવતા ગતરાત્રે ગુનો નોંધાયો હતો. જેને પગલે એસસી/એસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *