CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું જાત નિરીક્ષણ કર્યું.

CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું જાત નિરીક્ષણ કર્યું.

CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR
CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR

2015 એકર વિસ્તારમાં 3900 કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં 815 હેક્ટર(2015 એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 2020માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે.

CM BHUPENDRA PATEL INSPECTED  AT JAMBUSAR
CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR

મુખ્યમંત્રીએ જિલ્લાઓની તેમની મૂલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધિન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મૂલાકાત લીધી હતી. તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.મુખ્યમંત્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

CM BHUPENDRA PATEL  INSPECTED AT JAMBUSAR
CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR

બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ-રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ તથા પ્રી-કાસ્ટ વરસાદી પાણીની ગટર, ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂ. 550 કરોડના ખર્ચ થઈ રહ્યા છે.

CM BHUPENDRA PATEL INSPECTED AT JAMBUSAR
CM BHUPENDRA PATEL

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ. 3920 કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવતઃ માર્ચ-2027 સુધીમાં પૂર્ણ થઈ જશે તેની વિગતો મુખ્યમંત્રીને આ મૂલાકાત દરમિયાન આપવામાં આવી હતી.મુખ્યમંત્રી સાથે આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય ડી.કે. સ્વામી, જી.આઈ.ડી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી. કે., ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જી.આઈ.ડી.સી.ના ચીફ ઈજનેર મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *